સોનગઢ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશક શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી નાઓએ તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી નાઓએ એલ.સી.બી. ટીમને નાસતા – ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હતી . દરમ્યાન આજરોજ અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇને ખાનગી રાહે મળેલ બાતમી આધારે સોનગઢ પો.સ્ટે.માં પ્રોહી એક્ટ કલમ ૬૫ એ.એ મુજબના ગુન્હામાં છેલ્લા ત્રણ મહિનાથી તેમજ નવસારી રૂરલ પો.સ્ટે.માં પ્રોહી મુજબના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી સંજયભાઇ સોમાભાઇ ગામીત રહે.ચોરવાડ કુવા ફળીયુ તા.સોનગઢ જી.તાપી પોતાના ઘરે આવેલ હોવાની પાકી બાતમી આધારે આરોપીના ઘરેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી પોલીસ ઇન્સ્પેકટર સોનગઢ પોલીસ સ્ટેશન નાઓને કબજો સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ : શ્રી આર.એમ. વસૈયા પોલીસ ઇન્સપેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જી.તાપી તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ , અ.હે.કો.જયેશભાઇ લિલકીયા , અ.હે.કો. સ્નેહલભાઇ ગોવિંદભાઇ , અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ , અ.પો.કો. દિપકભાઇ સવજીભાઈ તથા અ.હે.કો. શશીકાંત તાનાજીભાઇ દ્વારા સદર કામગીરી કરવામાં આવેલ છે.