વોલપ્લાસ્ટ વેલફેર ફાઉન્ડેશન દ્વારા નિઝર અને કુકરમુંડાનાં પીએચસી કેન્દ્રોને આરોગ્યલક્ષી કિટ વહેંચી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : વોલપ્લાસ્ટ વેલફેર ફાઉન્ડેશનમાં ફરજ બજાવતા હનીભાઈ પાનવાલાએ નિઝર અને કુકરમુંડા તાલુકાના આદિવાસી વિસ્તારના ગામડાઓના મુલાકાત લીધી તો એમને લાગ્યું કે આદિવાસી વિસ્તારમાં હાલમાં કોરોના જેવી મહામારીમાં આદિવાસી વિસ્તારના લોકો ઘરે જ રહે છે અને લોકો બેરોજગાર બન્યા છે ? અને લોકોને કોરોના જેવી મહામારીથી રક્ષણ મળવા માટે માસ્ક, સેનિટાઇઝર, પલ્સ ઓક્સિમીટર, હેંડગ્લાઝ, tab azithromycin અને rapid anigen કીટ વગેરેઓ જેવી સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં જરૂરી છે. એટલા માટે વોલપ્લાસ્ટ વેલફેર ફાઉન્ડેશનમાં ફરજ બજાવતા હનીભાઈ પાનવાલાએ બંને તાલુકાના (phc) સરકારી દવાખાનાની મુલાકાત લઈ માસ્ક, સેનિટાઇઝર.પલ્સ ઓક્સિમીટર, હેંડગ્લાસ, tab azithromycin અને rapid anigen કીટની સુવિધાઓ આદિવાસી વિસ્તારના ગામડાના phc સરકારી દવાખાનામાં આપવામાં આવેલ છે. જેમ કે વેલ્દા, વાંકા, સદ્દગવાન, રાજપુર અને ગંગથા વગેરે phc સરકારી દવાખાનાઓમાં આ બધી કીટો આપવા આવેલ છે. જે આદિવાસી વિસ્તારના લોકોને આપવામાં આવશે. આ મેડિકલ કીટોની કિંમત રૂપિયા ૪૪૪૬૦૭/- (ચાર લાખ ચુમાંલીસ હજાર છસૌ સાત રૂપિયા) છે. કોરોના જેવી મહામારી સામે લાડવા માટે આદિવાસી વિસ્તારમાં પણ વોલપ્લાસ્ટ વેલફેર ફાઉન્ડેશનમાં ફરજ બજાવતા હનીભાઈ પાનવાલાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. ખરેખર આવા ટ્રસ્ટ આગળ આવી લોકોની મદદ કરે છે. નિઝર અને કુકરમુંડા તાલુકાના લોકોએ વોલપ્લાસ્ટ વેલફેર ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો છે.