ગુજરાતી અભિનેત્રી ખુશી શાહે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરી માનવતા મહેકાવી
ડાંગ જિલ્લાના લોકો નિખાલસ હોય છે. તેઓ કપરી પરિસ્થિતિમાં વસવાટ કરી પોતાનું જીવન ગુજારતા હોય છે પરંતુ તેઓના ચેહરા ઉપર હંમેશા સ્મિત હોય છે.- અભિનેત્રી ખુશી શાહ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાતી ફિલ્મ જગતની ખ્યાતનામ અભિનેત્રી ખુશી શાહે તેમના સખી મંડળ સાથે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગરીબ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ વહેંચી માનવતાં મહેકાવી હતી. અભિનેત્રીએ પોતાના બ્રાન્ડેડ કપડા વેચીને તેમાંથી જે કાંઈ પણ આવક આવી હતી લગભગ ૪ લાખ કરતાં વધુ રૂપિયાની વસ્તુઓ જે લોકોના જીવન જરૂરિયાત માં ઉપયોગી બને તેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. કપડાં, અનાજ કિટ, રેઇનકોટ, ચંપલ સહિત અલગ અલગ જીવન જરૂરિયાતની વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને આપી હતી. ખુશી શાહે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના લોકો નિખાલસ હોય છે. તેઓ કપરી પરિસ્થિતિમાં વસવાટ કરી પોતાનું જીવન ગુજારતા હોય છે પરંતુ તેઓના ચેહરા ઉપર હંમેશા સ્મિત હોય છે. અભિનેત્રી ખુશી શાહ પોતાનુ એનજીઓ ખોલવા માંગતી હતી પરંતુ તે શક્ય ના હતુ પરંતુ બીજાં લોકોથી ઈનસ્પયર થઈ પોતાના નામ ની જેમ અન્ય લોકોમાં ખુશી ફેલાવાનું કામ કરી કરી છે. આ કીટ વિતરણ ને લઈને ડાંગ ના લોકોએ ખુશી શાહ નો ખુબ ખુબ આભાર માની તેમને આશિર્વાદ પણ આપ્યા હતા . આ કીટ વિતરણ ના કાર્યક્રમમાં માલેગાંવ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર ના પી.પી.સ્વામી અને સુરત એસઆરકે ગ્રુપના બાબુ કાકા પણ ઉપસ્થિત રહ્યા હતા.