ડાંગ જીલ્લા કોગ્રેસ સમિતી દ્વારા પેટ્રોલ -ડિઝલના ભાવ વધારા મુદ્દે આહવા પેટ્રોલ પંપ ખાતે ધરણા પ્રદર્શન કર્યુ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સમગ્ર દેશ માં ભાજપ ના શાસન કાળ દરમિયાન મોધવારી તેજ ગતિએ વધી રહી છે પેટ્રોલ અને ડીઝલ સહિત જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે ત્યારે આમ આદમી એ જીવન જીવવું મુશ્કેલ બન્યુ છે જેને લઇ સમ્રગ દેશમાં આ વધતી મોંઘવારી ના મુદ્દે ભાજપ સરકાર સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહયા છે, જેના અનુસંધાને ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતિના આપેલ આદેશ અનુસાર ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાની હેઠળ આહવા પટ્રોલ પંપ ખાતે મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યકરોએ ધરણા પ્રદર્શન કરી વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ભાજપ સરકાર વિરોધી પ્લે કાર્ડ હાથમાં લઈ, મોંધા કર્યા પેટ્રોલ ડિઝલ ના દામ ભાજપ ને હવે આપો આરામ જેવા સુત્રોચાર કરીને સરકારની નીતી રીતી સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અને ગરીબ વિરોધી ભાજપ સરકાર ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી કોગ્રેસી કાર્યકરો એ માંગ કરી હતી. આ ધરણા પ્રદર્શન કરતી વેળા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા કોગ્રેસ ના (૧૪) જેટલા કોગ્રેસી કાર્યકરોની આહવા પોલીસે અટકાયત કરી હતી. અને તમામ કાર્યકરોને પોલીસ મથકે લઇ જવાયા હતા. અને બે કલાક બાદ તમામ કોંગ્રેસી કાર્યકર્તાને મુકત કરી દેવામાં આવ્યા હતા.