નિઝર વિસ્તારમાં આવેલા ૨૫ જેટલા રેતી ખનિજના સ્ટોકની ભૂસ્તર વિભાગની ટીમે કરી માપણી !
છેલ્લા ત્રણ દિવસથી રેતી સ્ટોક ધારકો સામે ભૂસ્તર શાસ્ત્રીની કાર્યવાહી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપીમાં ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી રેતી ખનન કરતા ભુમાફિયા પર સંકજો કસ્યો છે. ત્યારે તાપીમાં નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં ભૂસ્તર વિભાગે દરોડા પાડી રેતી ખનીજ ખનન કરતા માફિયા પર તવાઈ બોલાવી છે. આ ભૂસ્તર વિભાગના દરોડથી ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો ગઈ છે.
મળતી માહિતી મુજબ ભૂસ્તર વિભાગે નિઝર અને કુકરમુંડા તાલુકા વિસ્તારમાં દરોડા પાડ્યા છે. નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં આવેલા ૨૫ જેટલા રેતી ખનિજના સ્ટોકની ભૂસ્તર વિભાગની ટીમે માપણી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી રેતીના સ્ટોકધારકો પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તર વિભાગે દરોડા પાડી જીપીએસની મદદ લઇ આ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે રેતીમાફિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ આ દરોડા દરમિયાન હાલ તો લાખોની રોયલ્ટી ચોરી પકડાવાની આશંકા સેવાઈ રહી છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન કરતા ભુમાફિયા બેફામ બન્યા હતા. આ લોકતંત્રની નાક હેઠળ રેતીની ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારની રેતી ખનન કરતા લોકોને અટકાવવા ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી હાલના સંજોગે જરૂરી બની છે.