માંગરોળના ઝરણી ગામે ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા
Contact News Publisher
ટીટોડીની ઈંડાની સંખ્યા અને ગોઠવણીનાં આધારે વરસાદ અંગે અનુમાન લગાવતા ખેડૂતો અને પૂર્વજો.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાનાં બોરિયા ગામનાં વતની પ્રકાશભાઈ વસાવાનુ ઝરણી ગામની સીમમાં ખેતર આવેલું છે.આ ખેતરમાં ટીટોડીએ ચાર ઊભા ઈંડા મુક્યા છે.ખેડૂતો અને પહેલાના લોકો ટીટોડીનાં ઈંડાની સંખ્યા અને ગોઠવણીનાં આધારે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ અંગે તાગ મેળવતા હતા.ચોમાસુ કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવતી હતી.ત્યારે આ વર્ષે ચાર ઈંડા ઊભા જોવા મળતાં ખેડૂતો અને વડીલો ચારેય મહિના સારો વરસાદ વરસશે તેવું અનુમાન લગાવી રહ્યા છે.