તાપી : ડોલવણ તાલુકાનાં પીપલવાડા ગામે મોબાઈલ ટાવર ચાલું કરાવા આવેદન પત્ર અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ડોલવણ તાલુકાના પીપલવાડા ગામના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં લગાવેલ જીયો કમ્પનીનાં મોબાઇલ ટાવર કાર્યરત કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી માંગ કરી છે.

આવેદન પત્રમાં જણાવાયું છે કે, જિલ્લાના છેવાડે ડોલવણ તાલુકામાં પીપલવાડા ગામ આવેલ છે. આ ગામની હાલની અંદાજીત કુલ વસ્તી ૩૦૦૦ ની આસપાસ છે. આ ગામમાં અંદાજીત ૩૫૦ જેટલા બાળકો વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ., નર્સીંગ કોલેજ, ડિપ્લોમાં કોલેજ તથા અન્ય વિવિધ પ્રકારની કોલેજમાં ભણી રહેલ છે. હાલમાં કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ફિઝીકલ શિક્ષણની જ્ગ્યાએ ઓનલાઇન શિક્ષણ ચાલું છે. પીપલવાડા ગામનાં મોબાઇલ નેટવર્ક ન હોવાને કારણે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિજીટલ ઈન્ડિયાના યુગમાં ગામના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઇ રહેલ છે. હાલમાં સરકારીશ્રીએ તમામ યોજનાઓનો લાભ ઓનલાઇન મેળવવા માટેની પધ્ધતિ વિકસાવેલ છે. પરતું ગામમાં મોબાઇલ નેટવર્કન હોવાને કારણે ગામના ગરીબ લોકોને સરકારી યોજનાઓના લાભ મેળવવા તાલુકા તથા જિલ્લા મથકે જવુ પડતું હોય છે. ગામમાં સરકારી પરિવહનની બસ એક વર્ષથી બંધ છે. ગામના અંદાજીત ૮૦ ટકા ગરીબ પરિવાર પાસે પોતાના વાહન ન હોવાથી ગામના લોકો તાલુકા-જિલ્લા મથકે જઇ શકતા નથી. જેથી લોકો સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. મોબાઇલ નેટવર્કના અભાવે આ ગામમાં ઘણીવાર આકસ્મિક પ્રસંગોમાં ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ મેળવી શકાતો નથી.

પીપલવાડા ગામમાં Jio(જીયો) કંપનીએ સને-૨૦૧૭ વર્ષમાં મોબાઇલ ટાવર ઉભો કરેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલ મોબાઇલ ટાવરના ઇન્સટોલેશનની તમામ પ્રકારની કામગીરી એપ્રિલ-૨૦૨૧માં પૂર્ણ થઇ ગયેલ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી વીજ કનેક્શનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલ છે. Jio(જીયો) કંપનીના અધિકારીઓ સાથે આ બાબતે વાત કરતા તેઓએ મોબાઇલ નેટવર્ક શરૂ કરવા માટે હજી બે થી ત્રણ મહિના જેટલો સમય લાગશે એવું જણાવેલ છે. જેથી ગામના લોકોની ધીરજ ખુટી ગઇ છે. જુન-૨૦૨૧ના બીજા અઠવાડિયામાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઇ જશે. જેથી આ મોબાઇલ ટાવરનું નેટવર્ક વહેલી તકે શરૂ થઇ જાય તે માટે Jio(જીયો) કંપનના અધિકારીઓને આપની કક્ષાએથી સૂચના આપવામાં આવે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other