વ્યારા ટાઉનમાં થયેલ બિલ્ડરની હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી નવીનકુમાર ભવરલાલ ખટીકને ઝડપી પાડતી તાપી જીલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાનાં નિશિષભાઇ શાહ તા .૧૪ / ૦૫ / ૨૦૧૧ ના કલાક- ૨૦/૧૫ થી કલાક -20 / 30 દરમ્યાન વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે હાઇ – વે રોડની બાજુમાં તરબુચ વાળાની દુકાને તરબુચ લઇ પોતાની સફેદ કલરની એકસીસ મોપેડ નંબર- GJ 26 AA 2700 ની લઇ જતા હતા ત્યારે એક સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની KUV ફોરવ્હીલ ગાડી નં . GJ – 05 – JP – 2445 માં ચાર અજાણ્યા ઇસમો પુર્વ આયોજીત કાવતરૂ રચી ફોરવ્હીલ ગાડીથી નિશિષભાઇની મોપેડને ટક્કર મારી મરણ જનાર નિશિષભાઇ મનુભાઇ શાહને નીચે પાડી દીધેલ ત્યારબાદ ઉપરોકત અજાણ્યા ઇસમો ફોરવ્હીલ ગાડીમાંથી તલવાર અને ચપ્પ લઇને ઉતરતા તરબુચવાળા ગણેશભાઇ બળવંતભાઇ લિહારકર અને તેનો સાળો દિગમ્બર ઢોઢીરામ સુપલકર બંને હાલ રહેવાસી વ્યારા તા.વ્યારાના ઓ વચ્ચે પડતા તેઓ બન્નેને ચપ્પુથી જીવલેણ ઇજા પહોચાડી ત્યાર પછી નિશિષભાઇની પાછળ દોડીને શનિદેવના મંદિર આગળ રોડ ઉપર નીચે પાડી તલવાર અને ચપ્પુ વડે માથાના ભાગે તથા નાક ઉપર તથા છાતી ઉપર તથા પેટ ઉપર તથા પીઠ ઉપર તથા હાથ ઉપર આશરે બાર થી પંદર જેટલા જીવલેણ ઘા મારી કોઇ અગમ્ય કારણસર મોત નિપજાવી ખુન કરી તેમજ જીલ્લા મેજી. સાહેબ તાપીના જાહેરનામાનો ભંગ કરી નાસી ગયેલાનો ચકચારી બનાવ બન્યાની ફરીયાદ તા .૧૪ / ૦૫ / ૨૦૨૧ ના રોજ વ્યારા પો.સ્ટે.માં દાખલ કરવામાં આવેલ છે.
પોલીસ અધિક્ષક શ્રી સુજાતા મજમુદાર તાપી તથા શ્રી આર.એલ.માવાણી નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારાની સુચના અને માર્ગદર્શન હેઠળ ગુનાનો મુખ્ય આરોપી નવીનકુમાર વરલાલ ખટીક ઉ.વ. – ૨૮ હાલ રહેવાસી ૧૬ર તોરણ વાટીકા રસીડન્સી મુસા રોડ વ્યારા તા. વ્યારા નાસતો ફરતો હોય જેને ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી માહીતી મળેલ છે લ. આરોપી નવીનકુમાર ભવરલાલ ખટીકનાનો ઉતરપ્રદેશ ( યુ.પી.) તરફ નાસી ગયેલ છે તેવી હકીકત આધારે પો.સ.ઇ. શ્રી વાય.એસ. સિરસાઠ તથા એલ.સી.બી. તાપી અને વ્યરા પો.સ્ટે.ના પોલીસ માણસોની ટીમ બનાવી ઉતરપ્રદેશ ખાતે તપાસમાં રવાના કરેલા હતા તે દરમ્યાન ચોકકસ બાતમી હકીકત મળેલ કે, આરોપી નવીનકુમાર ભવરલાલ ખટીકન ઉતરપ્રદેશથી મુંબઇ ખાતે પોતાની પત્નીને મળવા માટે મહારાષ્ટ્રના પ્રકાશા થઇ જઇ રહેલ છે તેવી હકીકત આધારે મહારાષ્ટ્રના નંદરબાર જીલ્લાના પ્રકાશા ગામે ત્રણ રસ્તા પાસે પોલીસ માણસોની ટીમ આરોપીની તપાસ કરતા નવીનકુમાર ભવરલાલ ખટીક ઉ . વ . – ૨૮ મળી આવતા તેને વ્યારા પોલીસ સ્ટેશન લાવી તેની ગુનાના કામે અટકાયત કરવાની કાર્યવાહી કરેલ છે. આ કામે નવીનકુમાર ભવરલલ ખટીક ઉ.વ. – ૨૮ હાલ રહેવાસી ૧૬ર તોરણ વાટીકા રેસીડની મુસ રોડ વ્યારા તેના મિત્રો ( ૧ ) પ્રસિફ ખિમજીભાઇ ચુડાસમા ઉ.વ. – ૪૩ રહે- ગુજરાત હાઉસીંગ બોર્ડ રીલાયન્સ નગર ભાડાના મકાનમાં હિન્દુ મેઘવાડ સમાજની વાડીની પાછળ ધોબીની દુકાનની સામે અમરોલી સુરત ( ૨ ) નવીન ઉર્ફે રવિ ચુડામણું લામરે હાલ રહે અમરેલી ઐરા એ ૩ સી આવારા બિલ્ડીંગ નં ૧૮ રૂમ નં , ૬ ૪ ચોથા માળે . અમરોલી સુરત તથા ઘ.નં. ૧૦૨ સ્મૃતિ સાયટે ગજેરા સર્કલ કતારગામ સુરત વાહેર તથા આરોપી . નં ( ૦૩ ) દેવાભાઇ વિનોદભાઇ ગુલાબભાઇ જાઘવ ઉં.વ. – ૨૦ હલ રહેવાસી કાલી બસ્તી રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ ઝુપડપટ્ટીમાં સુરત મુળ રહેવાસી ચીખલી બુલદાના ( મહારાષ્ટ્ર ) તથા આરોપી ને ( ૦૪ ) મન્નુ ગંતઇ સ્વાઇ ઉં.વ ૨૦ રહેવાસી બ.પૌલી ગામ તા પેલસરા જ રાંજામ ઓરિસ્સને નિશીષભાઇ મનુભાઇ શાહની હત્યા માટે રૂપિયા -80,000 / -મા સોપારી આપેલ હતી.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ :
( ૦૧ ) નવીનકુમાર ભવરલાલ ખટીકની વિરુધ્ધમાં વ્યારા પો . સ્ટે ગુ.ર.નં ૬૫ / ર૦૧૭ ઇ.પી.કો કિલમ- ૩૯૭, ૩૪૩, ૩૪૮, ૩૬૫ , પ૦૬ ( ર ) , ૧૭0 તથા મુંબઇનાં નાણાંની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમ ૧૯૪૬ ની કલમ ૩૩,૩૫ ( ક ) મુજબ તથા વ્યારા પો.સ્ટે થર્ડ ગુ . ૨. , ૩૩૦ / ૨૦૧૬ પ્રોહીબિશનનો ગુનો દાખલ થયેલ છે.
અગાઉ પકડાયેલ આરોપીઓ –
( 1) પરીમલભાઇ જશવંતભાઇ સોલંકી ઉ.વ. ૩૪ રહેવાસી- બેથેલ કોલોની અંધારવાડી રોડ વ્યારા તા.વ્યારા જી.તાપી
( ર ) પ્રતિક ખિમજીભાઇ ચુડાસમા ઉ.વ.- ૨૩ હલ રહે . ગુજરાત હાઉસીંગ બોર્ડ રીલાયન્સ નગર ભાડાના મકાનમાં હિન્દુ મેધવાડ સમાજની વાડીની પાછળ ધોબીની દુકાનની સામે અમરોલી , સુરત મુળ રહે- હાથસણી ગામ તા.પાલીતાણા જી.ભાવનગર
( 03 ) નવીન ઉર્ફે રવિ ચુડામણ ભામરે ઉ.વ. – ૨૩ હાલ રહે – અમરોલી એસ.એમ.સી. આવાસ બિલ્ડીંગ નં . ૧૮ રૂમ . ૨૪ ચોથા માળે અમરોલી સુરત તથા ઘર નં . ૧૦૨ સ્મૃતિ સોસાયટી ગજેરા સર્કલ, કતારગામ સુરત શહેર મુળ રહે- કાપડખે ગામ પોસ્ટ , સોનગીર જી . ધુલિયા
( ૪ ) સંજયભાઈ ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી ( કરમટીયા ) ઉ.વ .૩૭ રહે.મઢી, બાબુનગર રામકબીર મીલ તા.બારડોલી જી . સુરત મુળ રહે.આમલા રબારીવાડ તા. શિહોર જી . (ભાવનગર)
( ૦૫ ) દેવાભાઇ વિનોદભાઇ ગુલાબભાઇ જાધવ ઉં , વ . – ૨૦ હાલ રહેવાસી કાલી બસ્તી રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ ઝુપડપટ્ટીમાં સુરત મુળ રહેવાસી ચીખલી બુલદાણા (મહારાષ્ટ્ર)
( ૦૬ ) મન્નુ ગંતઇ સ્વાઇ ઉ. વ. ૨૦ રહેવાસી બણપોલી ગામ તા. પોલસરા, જિ. ગંજામ ઓરિસ્સા.
આ બિલ્ડરની હત્યાનો વણશોધાયેલ ગુનાના નાસતા ફરતા આરોપી નવીનકુમાર ભવરલાલ ખટીકનાને ટુંક સમયમાં પકડી પાડી તાપી જીલ્લા પોલીસે પ્રશસનીય કામગીરી કરેલ છે. આ ગુનાની વધુ તપાસ શ્રી આર. એસ. પટૅલ પોલીસ ઇન્સ્પેકટર વ્યારા કરી રહેલ છે.
Tarikh ma 2011 thai gayu chhe