વ્યારા મામલતદારના અધ્યક્ષસ્થાને બેઠકો યોજી રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચનો કરાયા
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.26: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર ખાતે વ્યારા મામલતદારના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાનપુર, ભોજપુર નજીક, શાહપુર, છીરમા, માલોઠા, દડકવાણ, મદાવ કપુરા, મુસા, કાનપુરા, વાઘઝરી ગામના તલાટીઓ, સરપંચો, મેડીકલ ઓફિસરો, મુખ્ય શિક્ષકો, આશા/આંગણવાડી વર્કર તથા દૂધ મંડળીના પ્રમુખ-મંત્રીઓ હાજર રહ્યા હતા. પોતાના ગામને કોરોના મુક્ત બનાવવા માટે રસીકરણની પ્રક્રિયા ઝડપી કરી દૈનિક લક્ષ્યને પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦