તાપી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કામોના વિવિધ સ્થળો ઉપર તથા દુધમંડળી ઉપર લોકોને માર્ગદર્શન આપી કોરોના પ્રતિરોધક રસી મુકાવવા પ્રોત્સાહિત કર્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.26: તાપી જિલ્લામાં કોરોના મહામારીને નાથવા વહિવટી તંત્ર દ્વારા વેક્સિનેશન કામગીરીને ઝુંબેશરૂપે ઉપાડવામાં આવી છે. જેમાં છેક છેવાડાના ગામના વ્યક્તિઓ પણ પોતાને મહામારીથી સુરક્ષિત કરી શકે તેવા શુભ આશય સાથે વિવિધ સ્થળોઓ અધિકારીઓ-કર્મચારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા રસીકરણ બાબતે પ્રવર્તમાન અફવાઓને દુર કરી સાચી સમજણ ઉભી કરવામાં આવી રહી છે. જેમાં ડોલવણ તાલુકાના પલાસીયા ગામ તથા ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામે મનરેગા યોજના અંતર્ગત ચાલી કામોના સ્થળો ઉપર મજુરોને રસીકરણ માટે તાલુકા વિકાસ અધિકારીએ જરૂરી માર્ગદર્શન આપી પ્રતિરોધક રસી મુકાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત ડોલવણ તાલુકાના ગડત ગામે દુધમંડળી દ્વારા લોકોને કોરોના મહામારીને નાથવા રસીકરણની અનિવાર્યતા, ફાયદા અંગે લોકજાગૃતિ કેળવવામાં આવી હતી. કોરોનાની બીજી લેહેર ગામ સુધી પહોંચી છે ત્યારે ગામના તમામ લોકો કોરોના પ્રતિરોધક રસી મુકાવે તથા કોવિદ-૧૯ની તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે ખુબ જરૂરી છે.
000000