માંગરોળ તાલુકામાં સસ્તા અનાજના વિતરણનો પ્રારંભ : સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈન લાગી

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  માંગરોળ તાલુકામા આજે બે દુકાનોમાં સમાવિષ્ટ ગામોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એન.એફ.એસ.એ હેઠળ કાર્ડ ગ્રાહકોને ઘઉં,ચોખાનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવયુ હતું.
જેમાં સરકારના આદેશ મુજબ તારીખ ૧૧મી રોજથી અનાજનું વિતરણ કરવાની જાહેરાત કરવામા આવી હતી.પરંતુ ચોખા અને ખાંડનો જથ્થો અનાજની દુકાનોમાં ન આવવાને કારણે પ્રથમ દિવસે અનાજ વિતરણ કરવામાં આવ્યું નહતું ત્યારે આજરોજ બીજા દિવસે સવારથી જ અનાજની દુકાનોમાં ચોખા, ખાંડનો જથ્થો આવી જતા લાંબી લાઇનો લાગી ગઇ હતી.અને રેશનકાર્ડના NFSAના કાર્ડધારકોને વ્યક્તિદીઠ અનાજ ૩.૫૦૦ કિ.ગ્રા ઘઉં તથા ૧.૫૦૦ કિ.ગ્રા. ચોખાનો જથ્થો નું વિતરણ આજે વિના મૂલ્ય વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત NFSA એ કાર્ડ ગ્રાહકોને નિયમિત મળવાપાત્ર ઘઉં,ચોખા,તુવેરદાર,ખાંડ તથા મીઠાનું સરકાર દ્વારા નકકી કરેલ દરે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other