આજે ડાંગ જિલ્લામા પચ્ચીસ દર્દીઓને રજા અપાઈ : નવા નવ કેસ સાથે કુલ કેસ ૫૪૪ : એક્ટિવ કેસ ૧૦૪ 

Contact News Publisher

ડાંગ જિલ્લામા આજે નવ નવા કેસ નોંધાયા છે. જેની સામે પચ્ચીસ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી. ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૫૪૪ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૪૪૦ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૧૨૪ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

એક્ટિવ કેસો પૈકી ૧૫ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૨ દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે, ૫ દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવધામ) ખાતે અને ૮૨ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૧૩૩૮ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૯૧૩૮ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામા આજની તારીખે કુલ ૧૦૯ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૩૬૮ ઘરોને આવરી લઈ ૧૫૭૯ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૬ બફર ઝોન (એક્ટિવ)મા ૬૫૬ ઘરોને સાંકળી લઈ ૨૭૭૯ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૮૨ RT PCR અને ૨૦૬ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૨૮૮ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૮૨ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૬,૪૦૬ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે.

વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૦૯૭ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૮૦૪ (૯૬ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૭૩૩૯ (૪૫+) ૪૭ ટકા નાગરિકો મળી કુલ ૩૪૨૪૦ લોકોને વેકસીન આપી દેવામા આવી છે.

આજે નોંધાયેલા પોઝેટીવ કેસોની વિગતો જોઈએ તો ગાઢવી, જામ્લાપાડા, દગુનીયા, ઇસદર, પીમ્પરી, સાપુતારા, ધુમ્ખલ, ગોટીયામાળ, અને નવાગામ ખાતે એક એક કેસ નોંધાવા પામ્યો

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other