નવા/જુના વાહનોની લે-વેચ કરનારાઓએ લે-વેચની હકીકતો તૈયાર કરી પોલીસ સ્ટેશન તથા મામલતદારને જમા કરાવવી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા..૦૩: તાપી જિલ્લામાં નવા/જુના વાહનોની થતી લે-વેચની વિગતવાર માહિતી રેકર્ડ ઉપર રહે તે માટે યોગ્ય નિયંત્રણ રાખવું જરૂરી જણાતા તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં તમામ નવા/જુના વાહનોની લે-વેચ કરતા તેમજ આ વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલરો, બ્રોકર, એજન્ટ, દલાલ, મીકેનીક તથા પેઇન્ટર વગેરેએ હાલ સુધીમાં નવા/જુના વાહનોની કરેલ લે-વેચની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે. વધુમાં નવા/જુના વાહનોની લે-વેચ કરતા તેમજ આ વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલરો, બ્રોકર, એજન્ટ, દલાલ, મીકેનીકતથા પેઇન્ટર વગેરેએ હવે પછી નવા/જુના વાહનોની લે-વેચ કરે તો તેની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, તાપી તથા સંબંધિત મામલતદારને દિન-૭માં નિયત નમૂનામાં આપતા રહેવાનું રહેશે. નમુનમાં વાહન ખરીદનારનું નામ તથા સરમાનું ટેલીફોન નંબર/મોબાઇલ નંબર સહિત, વાહન કોની પાસેથી લેવામાં આવ્યું તમનું નામ અને સરનામું, ટેલીફોન નંબર/મોબાઇલ નંબર સહિત, વાહનનો પ્રકાર અને તેનો રજીસ્ટ્રેશનનંબર તથા વાહનનો નંબર વાહનનો નંબર અને વાહનનો રંગ, વાહન વેચાણ લીધા તારીખ તથા વાહનની કિંમત રૂપિયા, વાહનનો વીમો ઉતારેલ હોય તો વિમા કંપનીનું નમ વિમા પોલિસી નંબર/ પોલિસીની રકમ/રૂપિયાની વિગત આપવાની રહેશે.
આ હુકમ તા.૨૬-૦૬-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
——