મકાન/દુકાન કે ઓફિસ ભાડે માલિકોએ ભાડુઆતની વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન અને મામલતદારને આપવાની રહેશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા..૦૩: તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલ આપેલી હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપેલ હોય તેવા મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકોએ કે સંચાલકોએ નિયત નમૂનામાં માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવા માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે.
વધુમાં તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલ આપેલી હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો વહે પછી ભાડે આપે ત્યારે તેઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકતિને આવી મિલ્કત ભાડે આપી શકશે નહિં. ભાડે આપવાના હોય તેવા મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમોની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નિયત નમૂનામાં જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં નિયત નમૂનામાં આપવાની રહેશે. નમુનમાં (1)મકાન/ જગ્યા/દુકાન/માલિકનું નામ તથા સરનામું ટેલીફોન નંબર તથા ભાડે આપેલ મકાન/ જગ્યા/ દુકાન/ઓફિસની વિગત, કયા વિસ્તારમાં કેટલા ચો.મી બાંધકામ,(2) મકાન/ જગ્યા/ દુકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ સરનામુ ટેલીફોન નંબર/ મોબાઇલ નંબર, (3) મકાન/દુકાન/જગ્યા જે તારીખથી ભાડે આપેલ હોય તે તારીખ અને ભાડાને રકમ(4) જે વ્યક્તિને ભાડે આપેલ છે. તેનું પૂરૂ નામ,હાલનું સરનામું, ફોટા સાથે, ટેલીફોન નંબર/ મોબાઇલ નંબર, (5) ભાડે લેવાનો હેતું(જે ધંધાર્થે હોય તે) શાનો ધંધો?, (6) જે વ્યક્તિને ભાડે આપેલ છે તેમના મૂળ વતનનું પાકા નામ-સરનામા તથા બે થી ત્રણ સગા સબંધીઓના નામ, સરનામા, ટેલીફોન નંબર/ મોબાઇલ નંબર, (7) મકાન/દુકાન/જ્ગ્યાના સંચાલકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામુ ટેલીફોન નંબર/ મોબાઇલ નંબર, મકાન/દુકાન/જગ્યા જે ભાડે આપેલ છે. તે લીવ લાયસન્સના કરારથી આપેલ છે કેમ ? તેની વિગત દર્શાવવાની રહેશે.
આ હુકમ ૨૬-૦૬-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
—–