તાપી : વ્યારા સ્નેહકુંજ સોસાયટીની 38 વર્ષીય મહિલા ગુમ : જાણ થાય તો વ્યારા પોલીસને જાણ કરશો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પો.સ્ટે.માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા ખાતેથી એક 38 વર્ષીય મહિલા ગુમ થઈ ગઈ છે, જે અંગે કોઇ ખબર કે ભાળ મળે તો વ્યારા પોલીસ સ્ટેશને જાણ કરવી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુમ થનાર – રાજી નારાયણકુદી રાઘવેન પિલ્લાઇ ઉ.વ .૩૮ રહે.વ્યારા સ્નેહકુંજ સોસાયટી સાંઇ મંદિરની સામે કુશાલભાઇ દેસાઇના ભાડાના મકાનમાં તા.વ્યારા જી.તાપી નાની ગઇ તા .૦૫ / ૦૩ / ૨૦૨૧ ના રોજ બપોરના ૧૨.૦૦ વાગેના સુમારે ગુમ થનારના છોકરાને બજારમાં કપડા સીવડાવવા જાઉ છુ તેવુ કહી એક પ્લાસ્ટીકની થેલીમાં કપડા ભરીને કયાંક ચાલી ગયેલ છે તેમના સગા સબંધીઓને ત્યા તપાસ કરતા ત્યા આગળ પણ ગયેલ નથી તથા ગુમ થનાર આજદીન સુધી ઘરેથી જતા રહેલ ત્યારબાદ પરત ઘરે આવેલ નથી અને ક્યાંક ચાલ્યા જતા અને ગુમ થયેલ છે. અને આ કામે ગુમ થનાર- રાજી નારાયણકુદી રાઘવેન પિલ્લાઇ ઉ.વ .૩૮ રહે.વ્યારા સ્નેહકુંજ સોસાયટી સાંઇ મંદિરની સામે કુશાલભાઇ દેસાઇના ભાડાના મકાનમાં તા.વ્યારા જી.તાપી મુળ રહે.કલ્લોમ ઘર નું નામ ડેઇવેડ તિરૂમલાવાડમ તા.જી.કલ્લોમ ( કેરાલા ) નાની ઘરેથી નીકળેલ ત્યારે તેણે પંજાબી ડ્રેસ પહેરેલ છે જેમા ઉપરનો ટોપ લાલ કલરનો તથા લેગીઝ કાળા કલરની તથા ઓઢણી લાલ કલરની માસ્ક કાળા કલરનું નુ પહેરેલ છે. જે શરીરે મજબુત બાધાની રંગે ઘઉં વર્ણની, મોઢુ ગોળ છે. તથા જમણી બાજુ કમરના ભાગે કાળો ડાઘ છે. તથા જમણા પગમા એડીથી ઉપર કાળો દોરો બાધેલ છે.જેની ઉચાઇ આશરે ૫ ફુટ છે. જે ગુજરાતી સમજી શકે છે પરંતુ બોલતા આવતડી નથી તેમજ હિન્દી ભાષા બોલી સમજી શકે છે તથા મલયાલમ ભાષા જાણે છે.
જે ગુમ થનાર સ્ત્રીની કોઇ ખબર કે ભાળ મળી આવેથી નીચેના ટેલીફોન ઉપર જાણ કરવા વિનંતી છે. વ્યારા પો.સ્ટેશન ફોન નં.૦૨૬૨૬-૨૨૦૦૩૩ એ.એસ.આઇ બી.જે.વસાવા મો.નં. ૭૯૯૮૬૪૯૭૮૩