ઉમરપાડા ખાતે સરકારી કુમાર છાત્રાલયમાં ૬૦ બેડ ની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરતના આદિવાસી પછાત વિસ્તારમાં ઉમરપાડા ખાતે સરકારી કુમાર છાત્રાલય ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાના સફળ પ્રયત્નો થી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સરકારી તંત્ર દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
ઉમરપાડા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસ ના કેશો સતત વધી રહ્યા છે.જેથી ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા કેટલાક દર્દીઓ ને સમયસર સારવાર નહીં મળતા મોત થવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે આ સંદર્ભમાં તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી ગણપતભાઇ વસાવાની પ્રબળ રજૂઆતો કરી હતી તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા પણ રજૂઆતો કરાઈ હતી જે રજૂઆતોને ધ્યાનમાં લઇ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા વહીવટી તંત્રને કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની સૂચના આપવામાં આવતા આદિવાસી કુમાર છાત્રાલય ખાતે 60 બેડની આઇસોલેસન સુવિધાવાળી કોવિડ કેર સેન્ટર તારીખ ૦૪/૦૫/૨૦૨૧ના રોજ શરૂ કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટર નો ઉમરપાડા તેમજ આજુબાજુના ડેડીયાપાડા,સાગબારા,નેત્રંગ તાલુકાના આદિવાસી વિસ્તારના દર્દીઓને લાભ મળશે.આ ૬૦ બેડના કોવિડકેર સેન્ટરમાં દાખલ થનાર દર્દીને વિનામૂલ્યે દવા રહેવા-જમવાની સુવિધા સાથે આરોગ્ય તંત્ર તરફથી 5 ડોક્ટર નર્સિંગ સ્ટાફ સહિત કુમાર છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં દર્દીઓને સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other