વાંકલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાનું વિતરણ કરાયું
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ કોવીડ સેન્ટરમાં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલભાઈ પઠાણ દ્વારા એકલાખ પચ્ચીસ હજાર રૂપિયાની ટેબ્લેટનુ વિતરણ કરવામાં આવ્યું.
વાંકલ ખાતે આવેલ કોવીડ કેર સેન્ટરમાં 103 જેટલાં દર્દીઓને ચાલે તેટલી ફેવિકોવીડની દવાનું વિતરણ સુરત જીલ્લાના સદસ્ય અફઝલભાઈ પઠાણ દ્વારા ત્યાં ફરજ પર ડૉ. ઝંખના રાઠોડને 103 ફેવિકોવીડ દવાની ટેબ્લેટ આપી સરહાનીય કામગીરી કરી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરત જિલ્લાના ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયતના અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, અનિલભાઈ શાહ,તાલુકા પંચાયતના સદસ્ય યુવરાજસિંહ સોનારીયા, તા.પ.ના સદસ્ય શૈલેષભાઇ મૈસુરીયા તેમજ ગ્રામજનોએ તેમની કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.