વ્યારાનાં કાનપુરા ખાતેનાં બીગ બજાર કોમ્પલેક્ષમાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાની પ્રવૃતિ રોકવા બાબતે કલેક્ટરને રજૂઆત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાનાં કાનપુરા ખાતે બીગ બજાર નામનુ રેસીડેન્સીયલ કમ કોર્મશીયલ બિલડીંગ જે કાનપુરા મેઈન રોડ , જૈન દેહરાસર ની સામે આવેલ છે. જે કોપ્લેક્ષમાં આવેલ દુકાન અને ફલેટ ધારકો દ્વારા આજરોજ તાપી જીલ્લાના કલેક્ટરને એક પત્ર આપી કોમ્પલેક્ષમાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવાની પ્રવૃતિનો વિરોધ કરાયો હતો.

પત્રમાં જણાવાયું છે કે, “કોમ્પલેક્ષ ના બીજા માળ પર ડૉ. આશિષ ચૌધરી ફકત રવીવારે જ ઓર્થોપેડિક ઓપીડી કલીનીક ચલાવે છે અને જેઓ કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા માટેની પ્રવૃતિ ચાલુ કરેલ છે એમ જણાવેલ છે પરંતુ સદર બીગ બજાર નામનું કોપ્લેક્ષ જે ભરચક વસ્તી વાળા વિસ્તારમાં આવેલ છે અને સદર કોમ્પલેક્ષની ઉત્તર દિશા તરફનો ભાગ માં ઘનિષ્ઠ અવર જવર વાળી શાકભાજી માર્કેટ આવેલ છે. આમ જો આ કોવિડ કેર સેન્ટર ચાલુ થાય તો દુકાન ધારકોના વ્યવસાય પર તથા તંદુરસ્તી પર અને ફલેટ ધારકોના આવવા જવા પર તથા ત્યાંથી આવર જવર કરનારા ગ્રાહકો અને નાગરીકો માં પણ સંક્રમણ ફેલાઈ શકે છે . તથા વધુમાં સુચીત કોવિડ સેન્ટર નો વપરાશ કોમન પેસેજમાંથી જ થવાની શકયાતા છે તથા આવવા જવાની સલામતી વાળી અલાયદી જુદી – જુદી એન્ટ્રીઓ નથી તથા ટોઈલેટ – બાથરૂમની કોઈ વ્યવસ્થા નથી તથા જાહેર દવાખાના માટે જરૂરી સ્ટાન્ડર્ડ અગ્નિી શમનની પણ સુવિધા નથી તથા મેડીકલ વેસ્ટનો નિકાલ કરવા માટેના સ્ટાન્ડર્ડ પ્રબંધનો નથી તથા પાર્કીગ ની સુવિધા નથી તથા સુચીત કોવીડ સેન્ટર ચાલુ કરવા માટે કોમ્પલેક્ષના દુકાન ધારકો કે ફલેટ ધારકોની કોઈ સંમતિ મેળવેલ નથી. જેથી જાહેર સુખાકારી અને કોવિડનું સંક્રમણ થતું અટકાવવા ના હેતુથી બીગ બજાર કોમ્પલેક્ષ માં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા માટે અમો  ભરચક વસ્તી વાળા વિસ્તારમાં આવેલ બીગ બજારના ફલેટ ધારક , દુકાન ધારકો તથા શાકભાજી માર્કેટ ના દુકાન ધારકો નો સખ્ત વિરોધ છે.”

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other