તાપી જિલ્લા કોરોના રસીકરણ: ૯૯૪૩૪ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.27: કોરોના વાયરસની બીજી લહેરમાં સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે આવા સમયે કોરોના સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસીકરણ જ અકસીર ઇલાજ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશો અનુસાર કોરોના સંક્રમણ અટકાવવા તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા માટે ટેસ્ટીંગથી લઇ રસીકરણ સુધીની સઘન કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરાઇ છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલ દ્વારા મળેલ વિગતો મુજબ આજ દિન સુધી જિલ્લામાં ૯૯૪૩૪ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૨૪૪૩૬, ડોલવણમાં ૧૨૩૬૦, સોનગઢમાં ૨૭૫૮૧, વાલોડમાં ૧૩૮૭૭, ઉચ્છલમાં ૮૮૩૬, નિઝરમાં ૭૭૫૬, કુકરમુંડામાં ૪૫૮૮ લાભાર્થીઓએ સથે તાપી જિલ્લામાં કુલ-૯૯૪૩૪ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લઇ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.
૦૦૦૦૦