સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  પોલીસ અધિક્ષકશ્રી , સાહેબશ્રી તાપી – વ્યારા નાઓએ તાપી જીલ્લાનાં નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય જે આધારે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એચ.સી. ગોહિલનાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફનાં માણસો તા . ૨૭/૦૪/૨૦૨૧ ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કો. વિપુલભાઇ રમણભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે , સોનગઢ પો.સ્ટે.નાં પ્રોહી એક્ટ કલમ ૬ પ ઇ , ૮૧,૯૮ એક્ટ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી કાર્તિકભાઇ શાંતિલાલ ગામીત રહેવાસી , વેડછી ટાંકલી ફળીયુ , તા.વાલોડ જી.તાપીનાની સોનગઢ ટેકરા પાસે આવનાર હોવાની માહિતી આધારે પંચો સાથે ઇસ્લામપુરા ટેકરા ઉપર વોચમાં હતાં તે દરમ્યાન સદર જગ્યા ઉપરથી બાતમી હકિકત અને વર્ણનવાળો એક ઈસમ મળી આવતા તેને સોનગઢ પો.સ્ટે.ના પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ , ૮૧ ૯૮ એક્ટ મુજબના ગુનાના કામે સી આર પી સી ૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરવામાં એસ.ઓ.જી.તાપી ને સફળતા મળેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other