મહામારીમાં મક્કમ પડકાર એટલે રસીકરણ અભિયાન: તાપી જિલ્લામાં સો ટકા રસીકરણ કરવા વહીવટીતંત્ર દ્વારા ઠેરઠેર રસીકરણ કાર્યક્રમો/લોકજાગૃતિ કેમ્પો નું આયોજન કરાયુ 

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.૨૪: વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં વિનામૂલ્યેવ કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહયાં છે ત્યારે તાપી જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવામાં આવ્યું છે. જિલ્લામમાં સો ટકા રસીકરણ થાય તે માટે વહિવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ઠેરઠેર રસીકરણ કાર્યક્રમો તથા લોકજાગૃતિ કેમ્પોરનું આયોજન કરી લોકોને રસી લેવા માટે સમજાવવામાં આવી રહયા છે.
જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે કલેક્ટર આર.જે.હાલાણીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સુદ્દઢ આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લામાં રસીકરણની કામગીરીને ઝુંબેશરૂપે ઉપાડીને કોરોના સંક્રમણ વધતુ અટકે તેની તકેદારી રાખવા લોકોને જાગૃત કરવા માટે સ્થાનિક સરપંચ, તલાટી,આશા/ હેલ્થ વર્કર બહેનો, શાળાના આચાર્ય, દૂધ મંડળીના પ્રમુખો, આગેવાનો સાથે સતત મીટીંગો કરવામાં આવી રહી છે. ઉપરાંત વહ્વીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ, આરોગ્ય ટીમો સામાજિક,રાજકિય/શૈક્ષણિક,ધાર્મિક આગેવાનોને સાથે રાખીને લોકોમાં કોરોના રસીકરણને લઈને રહેલ ગેરસમજ, ડર અને અફવાઓને દુર કરવાના પ્રમાણિક પ્રયાસો કરીને આ મહામારીને નાથવા રસીકરણની અનિવાર્યતા, ફાયદા,માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અંગે લોકોને ગામેગામ અને ઘરેઘરે જઈને સતત સમજાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જ્યાં મનરેગાના કામો ચાલતા હોય અને સાંજના સમયે દૂધ મંડળીના સ્થળ ઉપર જઈને લોકોને જાગૃત કરવામાં આવતા લોકો સ્વયં રસી લેવા આગળ આવી રહ્યા છે. પરિણામ સ્વરૂપ આજ દિન સુધી ૯૬૦૫૩ નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.જે પૈકી વ્યારા તાલુકામાં ૨૩૭૨૫, ડોલવણમાં ૧૧૯૦૩, સોનગઢમાં ૨૬૧૩૩, વાલોડમાં ૧૩૬૭૦, ઉચ્છલમાં ૮૫૦૪, નિઝરમાં ૭૬૪૭, કુકરમુંડામાં ૪૪૭૧ મળી કુલ-૯૬૦૫૩ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલ દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other