ચીચીનાગાંવઠા વન વિભાગેની ટીમે કોયલીપાડા જંગલ વિસ્તાર માંથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા નો જથ્થો ભરેલી મારૂતિ વાન ઝડપી પાડી કુલ ૫૯.૬૧૦ હજારનો મુદામાલ કબજે કર્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : મળતી માહિતી મુજબ વધઇથી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ પર થી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગ ના ડીએફઓ નિલેશ પંડયા ને મળેલ હતી જે બાતમી ને આધારે ચીચીનાંગાવઠા રેંજ આરએફઓ ભોયે તેમજ વનકર્મીઓની ટીમે વઘઇ ભેંસકાતરી માર્ગ પર આવેલા ઝાવડા નાકાપર રાત્રી ચેકીંગ આરંભયુ હતુ તે દરમિયાન મળ્શકે ૪.૦૦ વાગ્યે ના સુમારે કોયલીપાડા તરફ થી એક શંકાસ્પદ સફેદ કલર ની મારૂતી વાન નંબર જીજે ૧૫ ડીડી ૮૧૮૫ પસાર થતી દેખાતા વનકર્મી ઓએ બાતમી વાળી મારૂતિ વાન નો ફિલ્મી ઢબે પીછો કરી કોયલીપાડા ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમાં વાન ને ઝડપી પાડી હતી વળી લાકડા ચોરી ને અંજામ આપનાર વાન ચાલક અંધારા નો લાભ લઇ ભાગી જવામાં સફળ રહયો હતો જયારે વન કર્મી ઓ એ મારૂતિ વાન ની અંદર તલાસી લેતા મારૂતી વાન ની અંદર છુપાવેલા ગેરકાયદે ૦૩ નંગ ૦.૪૨૩ ધન મીટર ના સાગી ચોરસા મળી આવ્યા હતા જેની બજાર કિમત રૂ ૨૯.૬૧૦ હજાર જયારે મારૂતિ વાન ની કિ.રૂ ૩૦ હજાર મળી કુલ ૫૯.૬૧૦ હજાર નો મુદા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે વન વિભાગ ની ટીમે ગેરકાયદેસર સાગી લાકડા ની તસ્કરી કરનાર ભાગી છુટેલા ફરાર આરોપી ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other