ઓલપાડના અસ્નાબાદ ખાતે યોજાયેલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇગલ ઈલેવન ચેમ્પિયન
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઓલપાડના અસ્નાબાદ ખાતે સ્વ. મુકેશભાઈ ધીરજભાઈ પટેલના સ્મરણાર્થે એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અત્રેના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું હતું. જેમાં ગામની કુલ છ યુવા ટીમોએ સહર્ષ ભાગ લીધો હતો.
સદર ટુર્નામેન્ટમાં કુલ છ લીગ મેચો રમાડવામાં આવી હતી.
તમામ લીગ મેચોના અંતે ફાઇનલ મુકાબલામાં ઇગલ ઇલેવન અને ટાઈગર ઇલેવન ટકરાઇ હતી. જેમાં પ્રથમ દાવ લેતા ટાઈગર ઇલેવને કુલ ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૮૪ રન બનાવ્યા હતા. ખૂબજ રસાકસીભર્યા માહોલના અંતે ઇગલ ઇલેવને ૯.૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૮૫ રન બનાવી ફાઇનલ મુકાબલો જીતી લીધો હતો.
ટુર્નામેન્ટના આયોજક એવા સ્વ. મુકેશભાઇના સુપુત્ર ટ્વિંકલ પટેલના હસ્તે ચેમ્પિયન તથા રનર્સઅપ ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. અંતમાં સૌ ખેલાડીઓએ આયોજકનો આભાર વ્યક્ત કરી સ્વ. મુકેશભાઈને હાર્દિક શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
