માંગરોળ તાલુકાનાં આરોગ્ય અધિકારીની એકા એક પલસાણા ખાતે બદલી કરી દેતાં, પ્રજાજનોમાં રોષ, બદલી રદ કરવા પ્રજાની માંગ.
માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે.જ્યારે ગઈકાલે તારીખ 31 મી માર્ચના રેપીડ ટેસ્ટમાં 22 કેસો નોંધાતા તથા કોરોનાં વિરોધી રસીકરણ સમગ્ર સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાનું ઓછું હોય, જિલ્લાના અધિકારી ઓ દોડતાં થઈ ગયા છે.છેક ગાંધીનગરથી માંગરોળ તાલુકાનું વેકસીનેશન ખૂબ જ ઓછું હોય,જિલ્લાના અધિકારીઓ પાસે ખુલાસા માંગવામાં આવી રહ્યા છે.જિલ્લાના અધિકારીઓએ પોતાના સિરે આવેલી જવાબદારીમાંથી છટકી જવા, માંગરોળનાં આરોગ્ય અધિકારી ડો.આર.પી.શાહીની પલસાણા ખાતે બદલી કરી છે, જ્યારે પલસાણાનાં આરોગ્ય અધિકારી ડો.સમીર પટેલની માંગરોળ ખાતે બદલીના હુકમ સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઈ કોયાએ આજે કરતાં, માંગરોળ તાલુકાની પ્રજામાં રોષની લાગણી ફેલાઇ છે.અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું?પલસાણાનાં આરોગ્ય અધિકારી માંગરોળ આવી વેકસીનેશનનો ટાર્ગેટ પૂરો કરી દેશે?કોરોનાના કેસોમાં ઘટાડો કરી નાખશે?વળી જિલ્લાના ઉમરપાડા અને માંડવીમાં પણ રસીકરણની કામગીરી ઓછી છે.ત્યારે આ બે તાલુકામાં જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ભાઈ ચૌધરી કેમ કોઈ પગલાં ભરતાં નથી?એ એક ચર્ચાનો વિષય બન્યો છે.ડો.આર.પી.શાહી ઘણાં લાંબા સમયથી માંગરોળ તાલુકામાં ફરજ બજાવે છે.ત્યારે પોતે તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ છે.વળી હાલમાં તો લોકો કોરોનાં વિરોધી રસી મુકાવે એ માટે રાત્રીનાં સમયે પણ તાલુકાનાં ગામોમાં જઈ પ્રજાજનોને કોરોનાં વિરોધી રસી લેવા સમજાવી રહ્યા છે.સાથે જ તાલુકાનાં ચૂંટાયેલાં પદાધિકારીઓને પણ લોકો રસી મુકાવે એ માટે સહકારની માંગ કરી છે.સાથે જ જે ગામોમાં 10 કે તેથી વધુ લોકો રસી મુકાવવા તૈયાર હોય તો તે ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે રસીકરણ કેમ્પ પણ રાખવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પરંતુ જ્યારે પ્રજાજનો જ રસી મુકાવવા તૈયાર ન હોય તો એમાં તાલુકા આરોગ્ય અધિકારીનો શું વાંક?ડો.આર.પી.શાહી ને માંગરોળ ખાતે જ રહેવા દેવામાં આવે એવી ઉગ્ર માંગ તાલુકાની પ્રજાએ કરી છે.
રિપોર્ટ-નઝીર પાંડોર-માંગરોળ