બારડોલી પોલિસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિદેશક શ્રી સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્ર ક્રમાંક સી.આઇ.સેલ. / ૯૨૬ / ૧૯ તા. ૦૫ /૬/૨૦૧૯ ના અન્વયે રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ ચાલુ રાખવા સુચના આપેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાપી જીલ્લાનાં નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ તથા બીજા રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સુચના આપેલ હોય , જેથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.સી. ગોહિલ એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ તથા પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ તથા પો.કો. વિપુલભાઇ રમણભાઇ તથા પો.કો. દિગ્વિજયસિંહ કોદરસિંહ નાઓ સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇને મળેલ બાતમી આધારે બારડોલી પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ( ૧ ) ૪૩૦/૧૪ તથા ( ૨ ) ૧૦૦પ / ૨૦૧૪ , પ્રોહી એક્ટ કલમ- ૬૬ ( ૧ ) બી ૬૫ એ, ઇ, ૧૧૬ ( ૨ ) , ૮૧ મુજબના આરોપી કાંતુભાઇ કોઠીયાભાઇ માવચી ગામીત ધંધો- રીક્ષા ડ્રાઇવર , ઉ.વ. ૪૦. રહેવાસી- ખખડા ધરીપાડા ફળીયું તા- નવાપુર . જી . નંદરબાર ( મહારાષ્ટ્ર ) નાનો બાતમી આધારે ઉપરોક્ત ગુનાના કામે સી.આર.પી.સી. કલમ- ૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરવામાં એસ.ઓ.જી. તાપી ને સફળતા મળેલ