આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા ૮મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે કેટલીક માંગણીઓ કરતું આવેદનપત્ર સોંપાયુ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા ૮મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે કેટલીક માંગણીઓ અને પ્રશ્નની રજુઆત કરતું નિઝર તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે (૧) નિઝર/કુકરમુંડા તાલુકાના તમામ વિધવા બહેનને અત્યોંધ્ય રેશનકાર્ડ આપવામાં આવે. (૨) વિધવા બહેનોને વિધવા સહાયમાં દર વર્ષ રૂપિયા ૫૦૦૦/સહાયની ચૂકવણી કરવામાં આવે. (૩)નિઝર/કુકરમુંડા તાલુકના વિધવા બહેનોને પ્રધાન મઁત્રી આવાસ યોજનામાં પ્રાધાન્ય આપી લાભ આપવામાં આવે. (૪) દલિત આદિવાસી મહિલા પર શારીરિક/માનસિક અત્યચારો કરવામાં આવે છે.તેવા ગુનાગારોને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. (૫) નિઝર/કુકરમુંડા તાલુકામાં મહિલાઓને આર્થિક માનસિક રીતે નુકશાન કરતા ગેરકાનૂનની ધધો જેવો કે દારૂ, જુગાર,આંકડાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે. (6)મનરેગા કાયદામાં સામુહિક કામો આપવામાં આવે તેના બદલે વ્યક્તિગત કામોને પ્રાધાન્ય આપવામાં આવે. (૭) ગેસ સિલેન્ડરની કિંમતમાં વધારો થયેલા છે તે ગરીબ પરિવાર પણ ખરીદી કરી શકે તે માટે ભાવો ઓછો કરવા જોઈએ. (૮) યોજનાકીય સહાયમાં બી.પી. એલ સ્કોરનો વધારો કરવા જોઈએ. (૯) પેસા કાયદા મુજબ ત્રણ સમિતિગણપતિ પ્રમાણે બનાવવામાં આવે.૧ શાંતિ સમિતિ ૨ આયોજન સઁશોધન સમિતિ ૩ દેખરેખ સમિતિ. (૧૦) ગ્રામ પંચાયત ઓફિસોમાં ૨૨ મુદ્દાઓને લઈને ઓનલાઇન કામગીરી ચાલુ કરવામાં આવે. (૧૧) જે કુટુંબના વડા (મુખ્ય વ્યક્તિ પાસે ફોરવહીલર કે માસિક ૧૦,૦૦૦/રૂપિયા આવક ધરાવે એમના રેશનકાર્ડ રદ કરવામાં આવે.(૧૨) ટ્રાઇબલની ગ્રાંટ વ્યક્તિગત કામો માટે વાપરવામાં આવે. (૧૩) ઉનાળાનો સમય શરૂ થવાથી નિઝર/કુકરમુંડા તાલુકાના તમામ ગામોનું નળ, પાણીની ટાંકી, હેંડપંપ બંધ હાલતમાં છે એને તાત્કાલિક સર્વે કરી રીપેરીંગ કરી ચાલુ કરવામાં આવે. (૧૪) કુકરમુંડા તાલુકાના ઝુમકટી ગામના રેશનિંગ દુકાન સઁચાલક સોનુભાઈ જાલમસિંગભાઈ પાડવી (ઈંટવાઈ,પાટીપડા, ઉધમગડી, ઉંમજા વગેરે ગામોમાં આશરે ૫૦૦થી વધારે કાર્ડ ધારકોને જાન્યારી ૨૦૨૧માં ખાંડ વિતરણ કરવામાં આવેલ નથી તે તાત્કાલિક ખાંડ વિતરણ કરવામાં આવે. (૧૫) નિઝર તાલુકામાં બેંક ઓફ બરોડા પીપલોદ શાખામાં એન્ટ્રી પાડી આપવામાં આવતું નથી તે તાત્કાલિક પાસબુક પર એન્ટ્રી પાડી આપવામાં આવે. (૧૬) નિઝર/કુકરમુંડા તાલુકાના તમામ ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને વૃધ્ધા પેંશન સહાય આપવામાં આવે. (૧૭) મનરેગા કાયદા હેઠળ જોબકાર્ડ દીઠ ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવે છે તેના બદલે વ્યક્તિ દીઠ ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવે. (૧૮) કુકરમુંડા તાલુકાના ઈંટવાઈ ગામમાં ડિસેંબર ૨૦૨૦માં મનરેગા હેઠળ ડિસલ્ટિંગ કામ કરવામાં આવે છે પણ મજૂરોને તેમનું વેતન આપવામાં આવ્યું નથી. મજૂરોને તેમનું વેતન આપવામાં આવે. (૧૯) નિઝર/કુકરમુંડા તાલુકામાં ખેતીવાડીમાં જે રાત્રે લાઈટ આપવામાં આવે છે તે રદ કરી દિવસ દરમ્યાન લાઈટ આપવામાં આવે. (૨૦) આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્રારા અવારનવાર આવેદનપત્ર આપવામાં આવે છે પણ જે તે વિભાગમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવામાં આવતો નથી તે જવાબ આપવામાં આવે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other