આરોગ્ય કર્મચારીઓને ચૂંટણી ફરજનું મહેનતાણું ચુકવવા રાજ્ય ચૂંટણી આયોગે કલેકટરને પરિપત્ર પાઠવ્યો.
આરોગ્ય મહાસંઘની રજુઆત ફળી..
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની સુચના મુજબ ગત તા.૧૯.૨.૨૦૨૧ના રોજ રાજ્ય ચુટણી આયોગને મહાસંઘે તેમજ નોડલ ઓફિસર (ચૂંટણી) સહ નિવાસી અધિક કલેક્ટર તેમજ કલેક્ટરશ્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને મહેનતાણુ આપવા બાબતે તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.તે બાબતે રાજ્ય ચુંટણી આયોગે તા.૨૬.૨.૨૦૨૧ના રોજ સચિવશ્રી રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર મહેશ જોષીની સહીથી તાપી જીલ્લા સહિત રાજ્યના તમામ કલેક્ટરોને આરોગ્ય કર્મચારીઓને ચૂંટણી ફરજનુ મહેનતાણૂ ચુકવવા પરિપત્ર કરી સુચના આપી દેતા આરોગ્ય કર્મચારી આલમમાં ખુશી છવાઈ છે.
તાપી જીલ્લામાં ચૂટણી જાહેર થયા બાદ ચૂંટણી સ્ટાફ ટ્રેનીંગ સ્થળે,ફોર્મ ભરવા (નોમિનેશન) સ્થળે, ફોર્મ ચકાસણી, ડીસપેચીંગ,રીસીવીંગ, મતગણતરી,હેલ્પ ડેસ્ક જેવા સ્થળોએ વીસ દિવસો સુધી આરોગ્ય કર્મચારીઓએ ફરજ બજાવવા પ્રાંત ઓફિસર, મામલતદારના વિવિધ લેખિત હુકમોથી ફરજ બજાવી પ્રાથમિક સારવાર થી લઈ કોવીડ ૧૯ની તમામ સેવાઓ બજાવવા છતા મહેતાણૂ ના આપતા તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળે આવેદનપત્ર આપેલ હતુ.જે અંતર્ગત તા.૨૭.૧૦.૨૦૨૦ની વિધાન સભાની પેટા ચૂટણી દરમિયાન દરમ્યાન નિયુક્ત અધિકારી દ્વારા તા.૧૯.૩.૨૦૧૩ના ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ જે મહેનતાણાના દર નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ કામગીરી ના દિવસો ધ્યાનમાં રાખીને ચુકવવા હુકમ કરેલ છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા,મહામંત્રી વજુભા જાડેજા,મુખ્ય કન્વીનર સુરેશભાઈ ગામીતે રાજ્ય ચૂંટણી આયોગનો આભાર વ્યક્ત કરતા જણાવેલ છે કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓને ચુંટણી લક્ષી કામગીરી માટે ચૂંટણી આયોગ દ્વારા મહેનતાણૂ ચુકવવા જોગવાઈ હોવા છતાં તેનો અમલ ન થતા તા.૧૯.૨.૨૦૨૧ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ તથા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.જેથી ફરી તા.૨૬.૨.૨૦૨૧ના રોજ પરિપત્ર પાઠવી રાજ્ય ચૂંટણી આયોગે કલેક્ટર તથા નોડલ ઓફિસર સહ નિવાસી કલેક્ટરને સુચના આપવી પડી છે,તેમ તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત, મંત્રી સંજીવ પટેલ, મુખ્ય કન્વીનર રીબેકાબેન માટે એક અખબારી યાદીમાં જણાવેલ છે.