તાપી : જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ રજીસ્ટર નિભાવવાનું રહેશે

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) :- તાપી જિલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનાર અને મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગે પુરૂં નામ, સરનામું ફરજીયાતપણે નોંધી નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ એક જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લામાં જુના મોબાઇલની લે-વેચ કરતા વેપારીઓને નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાની સૂચના આપી છે. નિયત નમૂનાના રજીસ્ટરમાં જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ મોબાઇલની વિગત/કંપની, આઇએમઇઆઇ નંબર, મોબાઇલ વેચનારનું નામ અને સરનામું તથા આઇડી પ્રુફની વિગતો નોંધવાની રહેશે. એ જ રીતે જુનો મોબાઇલ વેચતી વખતે પણ ઉપર મુજબની વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે. આ હુકમનો અમલ તા. 27/02/2021 થી તા.27/04/2021 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. 00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other