તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની સી.ડી.એચ.ઓ. સાથે સત્તાવાર બેઠકમાં ૧૭ જેટલા પ્રશ્નોના નિકાલ અંગે નિર્ણયો લેવાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા હેઠળ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના ૧ થી ૧૭ જેટલા પડતર પ્રશ્નો પડતર પ્રશ્નો અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ એક સત્તાવાર બેઠક આરોગ્ય શાખાના સભાખંડમાં મળી હતી જેમાં તબકકાવાર નિરાકરણ માટે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ અને આરોગ્ય શાખાના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓના પરામર્શમાં રહી બે માસમાં નિકાલ અંગે નિર્ણયો લેવાયા હતા . તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારા દ્વારા તા. ૯ / ૧૧ / ૨૦ અને તા. ૧૧ / ર / ૨૦૨૧ ના પત્રથી રજુઆત કરેલ આરોગ્ય કર્મચારીઓના નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી બાદની એરીયર્સની રકમ અંગે, ઉચ્ચતર પગાર ધોરણના બાકી કેસો અંગે દરખાસ્ત રજુ કરવા, નિઝર બ્લોકના નાણાંકીય અને વહીવટી પ્રશ્નો, નિવૃત કર્મચારીઓના નિવૃતિ બાદના લાભો આપવા, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મંજુર થયેલ મહેકમ ભરવા, સી.પી.એફ. ના ખાતા ખોલાવવા, ભરતી અને બઢતી સહીત ૧ થી ૧૭ જેટલા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મંડળ તરફથી રજુઆત કરતા સુરેશભાઈ ગામીતે નાણાંકીય અને વહીવટી પ્રશ્નો જે નામદાર સરકારે કર્મચારીઓને લાભ આપેલ છે તેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ થતી કારણ વિનાની વિલંબનીતિ સામે રોષ પ્રગટ કરી રજુઆત કરતા ૧ થી ૧૭ જેટલા પ્રશ્નો અંગે ઉભય પક્ષે બે માસમાં નિરાકરણ લાવવા તાલુકા કક્ષાએ ટીમ બનાવી અને જરૂર પડયે જિલ્લા હિસાબી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે સંપરામર્શ કરી નાણાંકીય પ્રશ્નોના નિરાકરણ માટે સહમતી સધાય હતી. સાનુકુળ અને હકારાત્મક અભિગમ સાથે યોજાયેલી બેઠકમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ, બ્લોક હેલ્થ ઓફિસરો, કલાર્કો અને મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ઘણા લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણની આશા હોવાનું તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત, મંત્રી સંજીવ પટેલ અને મુખ્ય કન્વીનર રીબેકાબેન માટે એ એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other