તાપી જિલ્લામાં ચુંટણી સબંધિત જાહેરાત ઉપર પ્રતિબંધ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી દિવસોમાં જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. તે અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની c પરિસ્થિતિ જળવાઈ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચુંટણી યોજાય તેને અનુલક્ષીને આચારસંહિતા અમલમાં આવેલ છે. જેના પાલનના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.બી. વહોનિયાએ કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જાહેરનામા મુજબ કોઈ વ્યક્તિ, સંસ્થા કે મંડળી, રાજકીય કે બિન રાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ અને તાલુકા/જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચુંટણીના ભાવિ ઉમેદવારો દ્વારા ટીવી ચેનલો અને કેબલ ઉપર ચુંટણી સબંધિત જાહેરાત આપવા અંગે પ્રતિબંધ ફરમાવ્યું છે.
તા. 10.02.2021 થી તા.02.03.2021 સુધી સમગ્ર તાપી જિલ્લામાં ઉપરોક્ત જણાવ્યા મુજબ ટીવી ચેનલો, રેડિયો, સોશિયલ મીડિયા, કેબલ તેમજ અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર ચુંટણી સબંધિત જાહેરાત આપવા અંગે પ્રતિબંદ્ધ ફરમાવવામાં આવેલ છે તથા ચુંટણી સબંધિત જાહેરાત આપતા પહેલા સબંધિત વિસ્તારના ચુંટણી અધિકારીની મંજુરી મેળવ્યા સિવાય ચુંટણી પ્રચાર અંગેની કોઈ પણ પ્રકારની જાહેરાતો આપવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર રહેશે.