તાપી : પાસા તથા દારૂના ગુનામાં નાશતા ફરતા આરોપીને આશરો આપનાર ઇસમની ધરપકડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): પોલીસ અધિક્ષકશ્રી તાપીએ ટુંક સમયમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઇ તાપી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.એલ.માવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ સોનગઢ પો.સ્ટે.માં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ સિકંદર ઉર્ફે સુકનજીભાઇ શાંતુભાઇ ગામીત રહે . સોનગઢ શિવાજીનગર તા . સોનગઢ જિ . તાપીના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત મંજુર થતાં ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો અને તેને આશરો આપનાર ઇસમ જીગ્નેશભાઇ રામચંદ્ર સામરીયા રહે . રામચંદ્ર – બી 26-27 સરિતા દર્શન સોસાયટી ઉમરા સુરત શહેરના વિરૂધ્ધમાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ 212 , 216 હેઠળ ગુનો દાખલ કરવામા આવેલ હતો.
આ ગુનાના કામે નાસતા ફરતા આરોપીને આશરો આપનાર આરોપી જીગ્નેશભાઇ રામચંદ્ર સામરીયા રહે. રામચંદ્ર – બી 26 27 સરિતા દર્શન સોસાયટી ઉમરા સુરત શહેરનાઓને તા . ૧૪/૦૨/૨૦૨૧ ના કલાક ૧૦/૩૦ વાગે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.