સુરત જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ ઇંદ્રિસ મલેકને ટીકીટ ન મળતાં, કેટલાંક કોંગી આગેવાનોએ રાજીનામાં આપી દેતાં, તાલુકા કોગ્રેસમાં થયેલો ભડકો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ ઇંદ્રિસ મલેકને ટીકીટ ન મળતાં, કેટલાંક કોંગી આગેવાનોએ રાજીનામાં આપી દેતાં, તાલુકા કોગ્રેસમાં ભડકો થવા પામ્યો છે. માંગરોળ તાલુકાની નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર ગઈકાલે મેઇન્ડેટ વીનાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ ઈંદ્રિસભાઈ મલેકે કોગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ગઈકાલે સાંજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ માંગરોળ તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનજી ભાઈ વસાવા ઉપર નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર એડવોકેટ દર્શનભાઈ નાયકને ઉમેદવારી કરાવવા-નો મેઇન્ડેટ મોકલતાં આજે એડવોકેટ દર્શનભાઈ નાયકે ઉમેદવારી નોંધાવી દીધી છે. જેને પગલે નારાજ થયેલાં ઇંદ્રિસ મલેક સહિત એમનાં ટેકેદારો સોહેલ કોલી, રૂપસિંગભાઈ ગામીત, બાબુભાઇ ચૌધરી વગેરેઓએ રાજીનામાં આપી દેતાં, માંગરોળ તાલુકા કોંગ્રેસમાં સામી ચૂંટણીએ ભડકો થવા પામ્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *