ડાંગ જીલ્લા કોગ્રેસ સમિતી દ્વારા વઘઇ તાલુકામાં જીલ્લાની (૦૬) અને તાલુકા પંચાયત (૧૬) બેઠક પર સંભવિત ઉમેદવારો જાહેર કરાતા ચુંટણી પ્રચારનો દોર શરૂ
વઘઇ જીલ્લા પંચાયત ની સીટ પર કોગ્રેસ ના બાહુબલી નેતા અને માજી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હરીશ બચ્છાવ ને ઉમેદવાર તરીકે જાહેર કરતા વઘઇ ના કોંગ્રેસી કાર્યકરો માં આનંદ બેવડાયો
વઘઇ ખાતે યોજાયેલી કોગ્રેસ પક્ષ ની બેઠક માં આહવા ના ભાજપી ૧૦ કાર્યકરો અને કોશીમદા ના ભાજપ ના ૩૦ કાર્યકરો એ કોગ્રેસ નો ખેસ ધારણ કરતા ચુંટણી પહેલા જ ભાજપ ની છાવણી માં ખડભડાત મચી જવા પામ્યો છે.
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : હાલ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ને ગણતરી ના દિવસો જ બાકી રહયા છે ત્યારે તમામ પક્ષો એ ઉમેદવારો ની શોધખોળ આરંભી દીધી છે જેના ભાગ રૂપે ડાંગ જિલ્લા કોગ્રેસ સમિતી દ્વારા આજ રોજ વઘઇ ના દોડીપાડા ખાતે સ્વ માધુભાઇ ભોયે ના નિવાસ સ્થાને ઝોન પ્રભારી પુનાજી ગામિત અને જીલ્લા પ્રભારી અજય ગામિત ના અધ્યક્ષ સ્થાને કોગ્રેસ ની બેઠક મળી હતી જે બેઠક માં વઘઇ તાલુકા ની જીલ્લા ના (૦૬) અને તાલુકા પંચાયત ના (૧૬) સંભવિત ઉમેદવારો ને જાહેરાત કર્યા હતા અને તમામ જીલ્લા તાલુકા ના ઉમેદવારો ને જંગી બહુમતીથી જીત મળે એવી શુભકામના પાઠવી વઘઇ જીલ્લા પંચાયત બેઠક પર થી ચુંટણી પ્રચાર નો શુભઆંરભ કરી દેવા માં આવ્યો હતો જે બેઠક માં સૌ પ્રથમ વઘઇ જીલ્લા પંચાયત સીટ પર માજી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને કોગ્રેસ ના લોકલાડીલા અને બાહુબલી કોગ્રેસ ના નેતા હરીશ બચ્છાવ ને વઘઇ જીલ્લા પંચાયત ૧૭ નં બેઠક સર્વ સંમતિ થી ઉમેદવાર જાહેર કરતા વઘઇ નગર સહિત આજુબાજુ ના વિસ્તાર ના લોકો માં ખુશી નો માહોલ છવાઇ જવા પામ્યો અને સાથે સાથે કોગ્રેસી કાર્યકરો દ્રારા આવનારી ચુંટણી માં વઘઇ બેઠક ના કદાવર નેતા હરીશ બચ્છાવ ને બહુમતી થી જીત મળે એવી શુભકામના પાઠવા આવી હતી જયારે આ બેઠક માં ઝોન પ્રભારી પુનાજી ગામીતે તમામ સંભવિત ઉમેદવાર તેમજ કોગ્રેસી કાર્યકરો કરો ને સંબોધતા જણાવ્યું હતુ કે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માં ભાજપ ના તેના પૈસા ની લાલચ આપશે પણ આ પૈસા ને તમામ કોંગ્રેસી કાર્યકર્તા ઓએ ઠોકર મારી કોગ્રેસ પક્ષ માટે વફાદારી દાખવી પડશે અને કોગ્રેસ પક્ષ ના ઉમેદવાર ને બહુમતી થી જીત મળે એવા પ્રયાસ કરવા પડશે વધુ માં આ બેઠક માં ડાંગ ના પ્રભારી અજય ગાવિતે જણાવ્યું હતુ કે ડાંગ જીલ્લા માં ભાજપ સરકાર પૈસા ના જોરે કોગ્રેસ ના કાર્યકરો ને ખરીદી રહી છે પણ આપણે કોગ્રેસ ની વિચારધારા સાથે જોડાઇ રહેવાનુ છે અને સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માં આક્રમક બની ભાજપ ના ઉમેદવારો ડધાવી દેવા ના છે આ પ્રસંગે કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી એ જણાવ્યું હતુ કે આ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માં ગુજરાત કોગ્રેસ સમિતી દ્વારા ઉમેદવારો ની પસંદગી આપણે સોપવામાં આવી છે એટલે આપણે સૌએ આપણા મન પસંદ ઉમેદવાર ને સર્વ સંમતિ થી ઉમેદવાર નક્કી કર્યા છે જેને જીતાડવા માટે જુના વિવાદ ભુલી ને ચુંટણી પ્રચાર માં જોતરાઈ જવુ પડશે અને ફરી એક વાર ડાંગ માં કોગ્રેસ નો ઝંડો લહેરાવી આદિવાસી વિરોધી ભાજપ સરકાર ને જાકારો આપવો પડશે વધુ તમામ ઉમેદવાર ને ઉમેદવારી પત્રક ભરવા માટે નુ માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ આ બેઠક માં કોગ્રેસ ના માજી પ્રમુખ ગૌતમભાઇ પટેલ સુયકાંત ગાવિત પ્રદેશ મંત્રી તબરેઝ અહેમદ (બબલુ) ચંદ્રેશભાઇ પટેલ વઘઇ સરપંચ મોહન ભોયે ગમન ભોયે સભ્ય રમેશ ભોયે કોગ્રેસ અગ્રણી તનવીર ખાન દાદા માને મુકેશ પટેલ નરેશ રેજંડ મહેન્દ્ર ગાવિત (પિન્ટુ) સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા