કોરોના રસીકરણનો લાભ લેતાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોના મહામારી જેવી વૈશ્વિક આપત્તિએ છેલ્લા ૧૦ થી ૧૧ મહિનાથી સમગ્ર દેશને બાનમાં લીધો છે. શહેરો થી માંડી ગામડાઓ સુધી આ મહામારીએ હાહાકાર મચાવી લોકોને બેબાકળા અને લાચાર બનાવી દીધા છે, ત્યારે દેશ સહિત દુનિયાના તમામ લોકો જલ્દીથી કોરોનાની રસી શોધાય એવી ઈશ્વરને સતત પ્રાર્થના કરી રહ્યા છે.આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય વૈજ્ઞાનિકોએ રાત-દિવસ એક કરી મહામહેનતે કોરોના વેક્સિનની શોધ કરવામાં સફળતા મેળવી. જેનાં લીધે દેશવાસીઓ સહિત સમગ્ર વિશ્વએ રાહતનો દમ લીધો છે.આ વેક્સિનનો ડોઝ ભારતના ખૂણે-ખૂણાના નાગ રિક સુધી પહોંચાડવા સરકારે કમર કસી છે. હાલ આ વેક્સિનેશનનું તબક્કાવાર અભિયાન ચાલુ જ છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનો કોરોનાને માત આપવા હિંમતભેર-હોંશભેર રસી લઇ રહ્યા છે. આ રસીકરણ ની કામગીરી તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઓલપાડ સહિત કુલ ૯ જેટલા કેન્દ્રો પર ચાલી રહી છે.તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે શિક્ષક ભાઇ-બહેનો ઉપરાંત અન્ય સૌને આ રસી લેવા હાર્દિક અનુરોધ કર્યો હતો. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.