આવતીકાલે રવિવારે HCI કેનેડાના સહયોગથી વેલકેર હોસ્પિટલ ખાતે તેર પ્રકારનાં ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આવતીકાલે તારીખ ૭ મી ફેબ્રુઆરીનાં રોજ, રવિવારે, સવારે ૧૦ થી બોપોરે ૧ વાગ્યા દરમિયાન, કેનેડાની હ્યુમન કોન્સરન ઇન્ટરનેશનલનાં સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર આવેલી ખરોડ ચેરીટેબલ અને વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત વેલકેર હોસ્પિટલ ખાતે ફ્રી મેગા ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હારનીયા, એપેન્ડિશ, પિત્તાશયની પથરી,કોઇપણ પ્રકાર ની ગાંઠો, હરસ, મસા,ભગંદર, કિડનીની પથરી, મૂત્રાશય ની પથરી,પેશાબની પથરી, પ્રોસ્ટેટ, મણકા, મણકાની ગાદી, દબાયેલી મણકાની નસ, મગજના ટ્યુમરનાં ઓપરેશનો નો સમાવેશ થાય છે. સાથે જ ખતનાનો ફ્રી કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. એક અઠવાડિયા સુધી ની દવા પણ વીનાં મૂલીયે આપવામાં આવશે. વધુ માહિતી 8866093483/84 તથા 7016698273 ઉપર થી મળી શકશે.