આવતી કાલે માંગરોળનાં કોસાડી ખાતે સુન્ની વોહરા મુસ્લિમ વેલ્ફેર સોસાયટીનું ૩૯ મું વાર્ષિક અધિવેશન મળશે : દક્ષિણ ગુજરાતનાં અનેક ગામોનો આ સોસાયટીમાં સમાવેશ થાય છે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આવતી કાલે તારીખ ૭ મી ફેબ્રુઆરીનાં રવિવારે,સવારે ૧૦.૩૦ કલાકે ધી. યગ સુરતી સુન્ની વોહરા મુસ્લિમ વેકફેર સોસાયટીનું ૩૯ મું વાર્ષિક અધિવેશન માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે આવેલી મૌલાના હુસેન અહ મદ મદની ઉચ્ચતર માધ્યમિક શાળા કોસાડી ખાતે રાખવામાં આવ્યું છે.અધિવેશનમાં વિદેશથી પધારેલા મહાનુભાવો અને સમાજનાં આગેવાનો હાજર રહી માર્ગદર્શન આપશે. આ સોસાયટીમાં દક્ષિણ ગુજરાતનાં અનેક ગામોનો સમાવેશ થાય છે.સોસાયટીના હોદ્દેદારો એ સોસાયટીના સદસ્યોને હાજર રહેવા જણાવ્યું છે. જ્યારે કોસાડી ખાતે કાસીમભાઈ જીભાઈના નેતૃત્વમાં ગ્રામજનો તરફથી અધિવેશન માટે સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.