ઉચ્છલ સી.એચ.સી. અને પી.એચ.સી.નાં કરાર આધારિત કર્મચારીઓનો ત્રણ માસનો પગાર નહિ ચૂકવાતા કલેક્ટર તાપીને આવેદન પત્ર સોંપાયુ : આરોગ્ય કામગીરીથી અળગા રહેવાની ચિમકી ઉચ્ચારી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ઉચ્છલની સરકારી હોસ્પિટલ અને ઉચ્છલ તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આઉટસોર્સ મેન પાવર દ્વારા લેવાયેલ કર્મચારીઓનો ત્રણ માસનો પગાર નહિ ચૂકવતાં કલેક્ટર તાપીને આવેદન પત્ર આપી સમયસર પગાર જમા ન થાય તો કામગીરીથી અળગા રહેવાની ચિમકી ઉચ્ચારી છે.
આવેદન પત્રમાં જણાવાયું છે કે, તાપી જીલ્લાનાં ઉચ્છલની સબડિસ્ટ્રીક સરકારી હોસ્પિટલ અને ઉચ્છલ તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા છ વર્ષ થી મેઈન પાવર આઉટસોર્સ થી વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓની નિયુકત કરવામાં આવેલ છે. તાજેતરમાં તમામ આઉટસોર્સ એજન્સીઓના કોન્ટ્રાકટ પુરો થઈ ગયેલ હોય એમના કોન્ટ્રાકટ ૬ જાન્યુઆરી ૨૦૨૧ સુધી લંબાવામાં આવેલ તેમજ નવેમ્બર , ડિસેમ્બર માસનો પગાર ઍક્રો એકાઉન્ટ મારફતે કરવાના આદેશ કરવામાં આવેલ પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે એ એકાઉન્ટ ખોલવાની પ્રોસેસ હજી પુર્ણ ના થયેલ હોય તમામ કર્મચારીઓના નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસનો પગાર હજી સુધી થયેલ નથી જેના કારણે આ કર્મચારીઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે.અગાઉ તારીખ ૧૨.૦૧.૨૦૨૧ લેખિત તથા ૨૫.૦૧.૨૦૨૧ મૌખિક જાણ સબડિસ્ટ્રીક હોસ્પિટલ ના અધિક્ષકશ્રીને કરવા છતાં પગાર જમા કરવામાં આવેલ નથી. સરકાર શ્રી દ્વારા સમયસર પગાર ના કરનાર હોસ્પિટલો અને સંસ્થાઓ વિરોધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને ઇન્ડિયન પિનલ કોડ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ હોવા છતાં કર્મચારીઓના ત્રણ માસથી પગાર વિલંબ બદલ જવાબદાર લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી એવુ માની શકાય કે આવા આદેશો ફકત જનતાને ગેરમાર્ગે દોરવા જ કરવામાં આવે છે. અત્યારે કોરોનાની મહામારીમાં જનતાને આરોગ્યની સેવા મળવામાં તકલીફ ના પડે એટલે ત્રણ માસનો પગાર નાં થવા છતાં પણ આ કોરોના વોરીયર્સ દ્વારા કામગીરી ચાલુ રાખેલ છે.એમ છતાં પણ પ્રશ્નો પ્રત્યે દૂર્લભ સેવી તારીખ ૮ ફેબ્રુઆરી સુધી તમામ આઉટસોર્સિગ કર્મચારીઓનો નવેમ્બર, ડિસેમ્બ અને જાન્યુઆરી માસનો પગાર એસો એકાઉન્ટ મારફતે એમનાં ખાતામાં જમા કરવામાં નહી આવે તો, સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ઉચ્છલ અને ઉચ્છલ તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તમામ કોરોના વોરિયર્સ દ્વારા ૯ મી ફેબ્રુઆરી ૨૦૧૧ ના રોજ જયાં સુધી પગાર જમા ન થાય ત્યાં સુધી કામગીરી થી અળગા રહેશે જેના કારણે જનતાને આરોગ્યની સેવાઓ મેળવવામાં પડનારી હાલાકીની સંપુર્ણ જવાબદારી તંત્રની રહેશે.