માંગરોળ તાલુકાનાં શાહ ગામની સીમમાં આવેલી ગુજરાત મેગા ફૂડ કંપનીમાં કાર્યરત બે પ્લાન્ટમાં ચોરી કરવાનો પ્રયાસ કરતાં પાંચની અટક કરતી માંગરોળ પોલીસ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં માંગરોળ થી તડકેશ્વર જતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર શાહ ગામની સીમમાં ગુજરાત મેગા ફૂડ કંપની આવેલી છે. આ કંપનીનાં કમ્પાઉન્ડમાં માય ચોઇસ ફૂડ પ્રોડક્શન તથા માય યોમી ફૂડ પ્રોડક્શન નામનાં બે પ્લાન્ટ કાર્યરત છે.આ પ્લાન્ટમાં ગત રાત્રી દરમિયાન પાંચ જેટલાં શખ્સો ચોરી કરવાનાં ઇરાદે પ્રવેશ્યા હતા.પરંતુ કંપનીના ફરજ ઉપરનાં સિક્યુરીટી સ્ટાફે આ શખ્સોનો પીછો કરતાં એક શખ્સ ઝડપાઇ જવા પામ્યો હતો.આ અંગેની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવતાં માંગરોળ પોલીસ ઘટનાં સ્થળે પોહચી ગઈ હતી.અને ઝડપેલાં શખ્સનો કબ્જો લઈ માંગરોળ પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં એનું નામ સુનીલ પ્રવિણ વસાવા, રહેવાસી નાવપરા ફળિયું,શાહ જણાવ્યું હતું.તારી સાથે અન્ય કોણ હતા એ અંગે પૂછતાં એણે જણાવ્યું કે વિનોદ બાબુ વસાવા,ગોવિદ ભાણા વસાવા,રૂકેશ ભાણા વસાવા, નીતિન દિલીપ વસાવા, તમામ રહેવાસી નવાપરા ફળિયું, શાહ નાઓ હતા.જેથી માંગરોળ પોલીસે નવાપરા ખાતે છાપો મારતાં ઉપરોક્ત ચાર ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આ પ્રશ્ને પ્લાન્ટના માલિક બીપીનકુમાર પ્રહલાદભાઈ પટેલ,રહેવાસી પાલ ગામ સુરતના એ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં માંગરોળ પોલીસે ઉપરોક્ત પાંચ શખ્સો સામે FIR દાખલ કરી, આ ગુનાની તપાસ અ.હે.કો. પ્રવિણસિંહ શાંતુંભા ચલાવી રહ્યા છે.