માંગરોળ તાલુકાની પાલોદ સીમમાં થોડા દિવસ પહેલાં થયેલાં અકસ્માતમાં પંદરનાં મોત થયા હતા : સુરત જિલ્લાના પોલીસ કર્મીઓએ એક દિવસનો પગાર મરનાર શ્રમિકોને પરિવારને આપવા આપ્યો,કુલ અઢાર લાખ રૂપિયા પોહચડવામાં આવશે : DSP ઉષાબેન રાડા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં માર્ગ ઉપર પાલોદ ગામની સીમમાં થોડા દિવસ પહેલાં માર્ગની બાજુમાં સુતેલા મજૂરો ઉપર એક હાઈવા ચઢી જતાં પંદરનાં મોત થયા હતા.મરનારનાં પરિવારોને મદદ રૂપ થવાના હેતુથી સુરત જિલ્લાનાં DSP ઉષાબેન રાડાએ સમગ્ર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પાસેથી એક દિવસનો પગાર તથા અન્ય સહાય મેળવી કુલ અઢાર લાખ રૂપિયા એકત્ર કારીઆ રકમ મરનારના પરિવારને પોહચડવામાં આવશે. ઉપરોક્ત રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ ગામ નજીક માર્ગની બાજુમાં રાત્રી દરમિયાન ભર ઉઘમાં સુઈ રહેલાં મજૂરો ઉપર હાઈવા નંબર જીજે-૧૯-એક્ષ-૦૯૦૧ નાં ચાલક મુન્નાલાલ શ્રીરામ લખને સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં હાઈવા સીધું મજૂરો સુતેલા હતા. એનાં ઉપર ફરી વળ્યું હતું.જેને પગલે છ પુરૂષ, આંઠ સ્ત્રી અને એક બાળકી મળી કુલ પંદર જણાનાં મોત થયા હતા.આ બનાવ પ્રશ્ને કોસંબા પોલીસ મથકે ચાલક વિરુધ્ધ FIR દાખલ કરી વધુ તપાસ કોસંબા પોલીસ ચલાવી રહી છે. સરકારે બે-બે લાખ રૂપિયા સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. જ્યારે સુરતનાં DSP ઉષાબેન રાડાએ જિલ્લાના પોલીસ કર્મીઓ પાસેથી એક દિવસનો પગાર એકત્ર કરી તથા અન્ય સહાય મેળવી કુલ અઢાર લાખ રૂપિયા એકત્ર કર્યા છે.જે મરનારના પરિવારોને પોહચાડવામાં આવશે.