ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા.પ્રા.શિક્ષણાધિકારી નયનાબેન ઘીવાળાનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ઘીવાળા વયમર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તળાદ હાઈસ્કૂલના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણા ધિકારી દિપકભાઈ દરજી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ઓલપાડના BRC કિરીટ ભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા હોદ્દેદારો, CRC મિત્રો તથા તાલુકાની શાળાઓના મુખ્યશિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપકભાઈ દરજી, BRC કિરીટભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહેન્દ્રસિંહ ઠાકોર તથા જાગૃતિ બેન પટેલનાં સંયુક્ત હસ્તે શ્રીમતી નયનાબેન ઘીવાળાનુ ફૂલહારથી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમને આ મહાનુભાવોનાં હસ્તે સન્માન પત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવ્યા હતા. પોતાના પ્રતિભાવમાં નિવૃત્તિમાન શ્રીમતી નયનાબેન ઘીવાળાએ તાજેતરના મહારાષ્ટ્રના ગ્લોબલ એવોર્ડ વિજેતા પ્રાથમિક શિક્ષક રંજિતસિંહ દિસલેનું ઉદાહ રણ ટાંકીને જણાવ્યું હતું કે હકારાત્મક વલણ ધરાવતો શિક્ષક પોતાની શાળાની કાયાપલટ કરી શકે છે. એક સંનિષ્ઠ શિક્ષક કોઈ નિર્ણય લેતો હોય છે ત્યારે તે તેને પૂર્ણ કરીને જ જંપતો હોય છે. શિક્ષક એ છે જે પોતા ના નામ અને કીર્તિ પ્રત્યે ઉદાસીન હોય પરંતુ બાળકોના અભ્યાસ અને જ્ઞાનના ફેલાવા માટે પ્રતિબદ્ધ હોય. તેમણે પોતાના ફરજકાળના દિવસોને વાગોળતા જણાવ્યું હતું. કિરીટભાઈ પટેલ તથા તેમની ટીમ, ઓલપાડ તાલુકા સંઘના પ્રમુખ તથા સંઘના તમામ હોદ્દેદારો, તાલુકાનો શિક્ષક સમુદાય તથા તાલુકા પંચાયતના અધિકારીઓ-પદાધિકારીઓનું સંકલન નોંધનીય બાબત છે જેની હું સાક્ષી છું. આભારવિધિ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે આટોપી હતી.