કીમ રેલ્વે ફાટક તારીખ ૧લી ફેબ્રુઆરીનાં સાંજનાં સાત વાગ્યા સુધી બંધ રહેશે : અગાઉ પણ ત્રણ દિવસ બંધ રહી હતી, લોકોએ ફરી હાલાકી ભોગવવી પડશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી કીમ જતાં માર્ગ ઉપર કીમ ખાતે આવતી ફાટક નંબર ૧૫૮ બી તારીખ ૧ લી ફેબ્રુઆરીનાં સાંજે સાત વાગ્યા સુધી બંધ રહેશે. અગાઉ તારીખ ૨૦ મી ડિસેમ્બર થી તારીખ ૨૩ મી ડિસેમ્બર સુધી આમ કુલ ત્રણ દિવસ આ ફાટક પર સમારકામ કરવાનુ છે એ કારણસર બંધ કરી હતી. આજે હજુ એક માસ જેટલો જ સમય થયો છે.ત્યારે ફરી બે દિવસ કોઈક કારણોસર ફાટક બંધ કરવામાં આવતાં આસપાસનાં ગામોનાં વાહનચાલકો માટે વધુ એક વાર હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. આ ફાટક બંધ રહેતાં વાહનો માટે જે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.તે મુજબ કોસંબા બ્રીજ અને કુરસદ ફાટક પર થી વાહનોની અવર-જવર થઈ શકશે.એક તરફ કીમ ખાતે ઓવર બ્રીજની કામગીરી ચાલી રહી છે.અને બીજી તરફ ફાટક બંધ કરાતાં વાહનચાલકોનાં વાહનનાં કિલોમીટર વધી જશે, સાથે જ સમય અને ઇધન નો વ્યય થશે.બંધ રાખવાનું જે કારણ ચર્ચાઈ રહ્યું છે એ મુજબ આ ફાટક પાસે મોટા ગળનાળા નાખવાની કામગીરી કરવામાં આવનાર છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other