સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાંચ આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યકર્મીઓને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાના આરોગ્ય કેન્દ્ર વાંકલ,વેરાકુઈ, ઝંખવાવ, નાનીનારોલી, અર્બન હેલ્થ સેન્ટર તરસાડી ખાતે વેક્સીન ડોઝ આપવામાં આવ્યો.
માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. માંગરોળ તાલુકાના ટી. એચ. ઓ. ડૉ. આર.પી.શાહીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો.વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કર્મી, આશાવર્કર બહેનો તેમજ ક્લિનિક ચલાવતા ડોકટરોએ પણ કોરોના રસીનો ડોઝ લીધો હતો. માંગરોળ તાલુકાના હેલ્થ ઓફિસરે પણ રસીનો ડોઝ લીધા બાદ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રસી ડોઝના ચાલીસ મિનિટ બાદ તેઓ સ્વસ્થ રહ્યા હતા અને કોઈ આડઅસર થઈ ન હતી.સરકારના ધારાધોરણ મુજબ રસી દરેકે લેવી જોઈએ એમ જણાવ્યું હતું.