ગામડાના સર્વાગી વિકાસમાં સહકારી ડેરીનું યોગદાન”, પુસ્તકનું વિમોચન કરતાં સુમુલના ચેરમેન માનસિંહ પટેલ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :ગુજરાતમાં સુમુલ ડેરી તરફથી દૂધ સહકારી પ્રવૃત્તિ થકી ગ્રામ્ય કક્ષાએ આર્થિક વિકાસ,સામાજીક વિકાસ, ગ્રામીણ વિકાસ અને માનવીય વિકાસનો સમાંતર વિકાસ કઈ રીતે શક્ય બનેલ છે.એ અંગેની માહિતી આપતું પુસ્તક “ઇન્કલુઝીવ રૂરલ ડેવલપમેન્ટ થ્રુ ડેરી કો.ઓપેટીવઝ” નું વીમોચન સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ કે. પટેલનાં વરદ હસ્તે સુમુલ ડેરીના વ્યવસ્થપક બોર્ડના સદસ્યોની હાજરીમાં કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ ભાઈ પટેલે જણાવ્યું કે આ માહિતીસભર પુસ્તક ડોક્ટર દિલીપભાઈ શાહ (મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગનાં નિવૃત પ્રાધ્યાપક, વીર નર્મદ યુનિવર્સિટી,સુરત) એ તૈયાર કર્યું છે.જેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આવનારા દિવસોમાં ગ્રામ્ય વિકાસમાં સહકારી ડેરીની ભૂમિકામાં આ પુસ્તક નાં ઉપયોગથી વધુ પરિણામ લક્ષી બની શકે તેવી તમામ શક્યતાઓ છે.