તાપી જિલ્લાના હથિયાર ધારકો જોગ

પ્રતીકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી તા.28/02/2021ના રોજ યોજાનાર જિલ્લા /તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત ચુંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જિલ્લાના હથિયાર ધારકોને તેમના હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા માટે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે.
જાહેરનામામાં જણાવાયા અનુસાર તાપી જિલ્લાના તમામ વિસ્તારમાં કોઇ પણ વ્યકતિએ શસ્ત્ર અધિનિયમ 1959ની કલમ-2ની વ્યાખ્યામાં આવતું કોઇ પણ હથિયાર પોતાની પાસે રાખવું નહિં, ધારણ કરવું નહિં અથવા હથિયાર સાથે હરવું ફરવું નહિં. તાપી જિલ્લા કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકતિઓએ પણ હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે.
સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, તેમને ઉપરી અધિકારીઓએ આવું કોઇ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઇ હથિયાર લઇ જવાની ફરજ હોય તેવા વ્યકતિઓ, રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો, સેન્ટ્રલ ગર્વમેન્ટ તેમજ રાજય સરકારના સાહસોની સુરક્ષા અર્થે રાખેલ સીકયુરીટી ગાર્ડ, તેમજ તાપી જિલ્લામાં આવેલી હિરાની ફેકટરીઓ તથા સોના ચાંદીની દુકાનોની સલામતિ અર્થે ફરજ બજાવતા સીકયુરીટી ગાર્ડ જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી પાસેથી પરવાનગી મેળવ્યા બાદ કામકાજના સમય દરમિયાન હથિયાર સુરક્ષા અર્થે રાખી શકશે. જિલ્લા મેજીસ્ટ્રેટની તાપી કચેરી દ્વારા સ્વરક્ષણ તેમજ પાકસુરક્ષાના હેતુસર અગત્યના કારણસર આપવામાં આવેલા મંજુરીના કિસ્સામાં પરવાનેદારને હથિયાર રાખવાની છુટ રહેશે. આ હુકમ તા. 26/01/2021 થી તા.06/03/2021 સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other