ગિરિમથક સાપુતારા સહિત ડાંગના ઇક્કો ટુરિઝમ સ્થળોએ શનિ રવિવારના વિકેન્ડમાં પ્રવાસીઓનો હુજુમ ઉમટી પડતા નાના મોટા ધંધાર્થીઓના બખ્ખા થઈ જવા પામ્યો હતો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા પ્રાકૃતિક પ્રવાસન સ્થળ નો વિકાશ બાદ પ્રવાસીઓ ની સંખ્યામાં સતત વધારો થયો છે. સની રવિવારે સાપુતારા સહિત,વવઘઇ કીલાદ કેમ્પ, મહાલ કેમ્પ, સબરિધામ, તેમજ દેવીનામાળ કેમ્પ સાઇડે પ્રવાસી આનંદ કિલ્લોલ કરવા ઉમટી પડ્યા હતા. કોરોનો મહામારીનો કેર ને ભૂલવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં સાપુતારા માં ઉમટી પડયા હતા, સાપુતારા ના હાર્દ સમાં નૌકાવિહાર, સ્વામિનારાયણ મંદિર, ટેબલ પોઇન્ટ,પેરેગલાઈડિંગ સ્પોટ,સહિત એડવેન્ચર એક્ટિવિટી પર ભારે ભીડ જોવા મળી હતી. પ્રવાસીઓની ભીડ ને કોવિડ ની ગાઈડ લાઈન ને અનુસરવા પોલીસ ટિમ સતત નિગરાની હેઠળ સોસીયલ ડિસ્ટસીંગ અને નું પાલન કરવા અનુરોધ કરતા નજરે ચડ્યા હતા.સાપુતારા ની તમામ હોટલો સની રવિવાર સહિત 26 મી જાન્યુઆરી ની સળંગ રજા હોય મીની વેકેશનનો માહોલ ઉભો થયો હતો. જેને પગલે હોટલોમાં હાઉસફુલના પાટિયા ઝૂમી ઉઠ્યા હતા.