માંગરોળ તાલુકાની નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર BTPનાં ઉમેદવાર તરીકે સોહેલ જાડાની કરાયેલી પસંદગી : માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લાના ૩૦૦ કાર્યકરો સાથે BTPમાં કરેલો પ્રવેશ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામનાં સોહેલ શબ્બીર જાડા (જર્મન) કે જેમણે નાનીનરોલી જિલ્લા પંચાયતની બેઠક માટે કોગ્રેસ પક્ષમાંથી ટીકીટની માંગ કરી હતી.પરંતુ કોગ્રેસમાંથી ટીકીટ મળે એમ ન હોય, એમણે આજે તારીખ ૨૪ મી જાન્યુઆરીનાં માંગરોળ તાલુકાનાં નાનીનરોલી, બોરસદ, રતોલા, વેરાકુઈ સહિત સમગ્ર સુરત જિલ્લામાંથી આશરે ૩૦૦ કાર્યકરો સાથે ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ઓવેસીસ ની પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે.આ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. આ અંગેનો કાર્યક્રમ BTP નાં છોટુભાઈ વસાવા, મહેશભાઈ વસાવા અને સુભાષભાઈ વસાવા સહિતના પાર્ટીના આગેવાનોની હાજરીમાં ચંદેરીયા ખાતે રાખવામાં આવ્યો હતો. નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠક ભાજપ ની ગણાય છે.પરંતુ હવે આ બેઠક ઉપર કોગ્રેસમાંથી એડવોકેટ દર્શનભાઈ નાયક અને ઈંદ્રિસ ભાઈ મલેક રેસમાં છે. જ્યારે ભાજપમાંથી હજુ કોઇ નામો વહેતાં થયા નથી. જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ સોહેલ જાડા ની પસંદગી કરી છે.આ જોતાં આ બેઠક ઉપર ટ્રી-પાખીયો જગ ખેલાશે એમ હાલમાં લાગી રહ્યું છે.