સુરત ST વર્કસ સોસાયટીના પ્રમુખ રસીદ શેખ સામે કારોબારી સમિતિનાં સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હોદ્દા ઉપરથી દૂર કરી, નવા પ્રમુખપદે અ. આરીફ પપ્પુ ની કરાયેલી વરણી : ૧૪૦૦ સભાસદોનાં હિતમાં લોન આપવાની કાર્યવાહી શરૂ કરવા કરાયેલી માંગ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત ST વર્કસ સોસાયટીના પ્રમુખ રસીદ આર. શેખ સામે કારોબારી સમિતિનાં સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હોદ્દા ઉપરથી દૂર કરી,નવા પ્રમુખપદે અ. આરીફ એ. સેયદ( પપ્પુ – માંડવી ST ડેપો )ની વરણી કરવામાં આવી છે.સોસાયટીના ૧૪૦૦ સભાસદોનાં હિતમાં લોન આપવાની કાર્યવાહી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. પરંતુ રસીદ શેખ પ્રમુખપદ છોડવા તૈયાર ન હોય, બિન જરૂરી વિવાદ ઉભો કરી,સોસાયટી તરફથી સભાસદોને જે લોન આપવામાં આવતી હતી.એ અંગેની કામગીરી અટકાવી દીધી હતી. ત્યારબાદ સોસાયટીના મંત્રીની આંતર વિભાગમાં બદલી કરી દેવાતા આ જગ્યા ખાલી પડી હતી.આ જગ્યા સહિત અન્ય ખાલી પડેલી જગ્યા ઉપર નિમણુંક કરવા એક બેઠક ગત તારીખ ૧૬ મી જાન્યુઆરીનાં રોજ અ. આરીફ સેયદ નાં પ્રમુખપદે ઓલપાડ ખાતે મળી હતી. આ બેઠકમાં મંત્રીપદે સોન ગઢ ડેપોનાં ગોવિંદ કે. ગામીત ની વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ ની બે જગ્યાઓ ખાલી હતી. એ માટે અનીલભાઈ ડી.ચૌધરી(સોનગઢ) તથા રેખાબેન કે.પટેલ (બારડોલી) ની વરણી કરવામાં આવી હતી. જ્યારે અબ્બાસ સુલેમાન પટેલની વરણી કલમ ૩૪ નાં પેટા કાયદા (૩૩) મુજબ કો.ઓપટ કરીને કરવામાં આવી હતી. આમ જે જગ્યાઓ ખાલી હતી એ તમામ ભરાઈ જતાં સભાસદોમાં આનંદની લહેર પ્રસરી છે. અત્રે યાદ આપવુ જરૂરી છે કે ગત તારીખ ૩૦/૧૨/ ૨૦૨૦ નાં રોજ સુરત ST વર્કસ સોસાયટીની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.પરંતુ માંડવી અને સોનગઢ ST ડેપોનાં સભાસદો તરફથી અનામત બેઠક માટે નોમીની કોર્ટનો મનાઈ હુકમ (સ્ટે) આવતા હાલ ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે.પરંતુ ૧૪૦૦ સભાસદો ના હિતમાં ઉપરોક્ત જગ્યાઓ ભરી, જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી આ કમીટી સોસાયટીની કામગીરી કરશે.પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ST વર્કસ ક્રેડીટ સોસાયટીની સભાસદોની લોન અંગેની કામગીરી અટકી ગઈ છે. જે ૧૪૦૦ સભાસદોના હિતમાં પુનઃ શરૂ કરવામાં આવે એવી સભાસદોએ માંગ કરી છે.