વ્યારા : વૃદ્ધાનાં ગળામાંથી ચેન તોડી ચોરી કરવાનો પ્રયાસ કરનાર ત્રણ મહિલાઓને લોકોએ પોલીસને હવાલે કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગતરોજ વ્યારાનાં કાનપુરા વિસ્તારમાં વૃધ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડવાનો પ્રયાસ કરનારી ત્રણ મહિલાઓને લોકોએ ઝડપીને પોલીસને હવાલે કરી.
વ્યારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વડા મથક વ્યારાનાં કાનપુરા વિસ્તારમાં આવેલ ભારત સ્વીટની દુકાનનાં પાછળનાં ભાગે ગાયકાલે સાંજે સાડા સાત વાગ્યાનાં અરસામાં વ્યારા નવી વસાહતની વૃદ્ધ મહિલા શારદાબેન શાંતિલાલભાઈ પંડયાનાં ગળામાં પહેરેલ સોનાની ચેન તોડી ચોરી કરવાનો પ્રયાસ થયો હતો પરંતુ ચેન નહિ તૂટતા પબ્લિકે ચેન તોડનાર તેમજ તેની સાથેની બીજી બે મહિલાઓને ઘેરી લેતા બૂમાબૂમ મચી જવા પામી હતી તે દરમ્યાન વ્યારા પોલીસની ટીમ ત્યાંથી પસાર થતી હોય બૂમાબૂમ સંભાળી ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ચેન તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરનાર રાધાબેન કેલાશભાઇ રાધાશ્યામ લોઢે હાલ રહે- સુરત શહેર રેલ્વે સ્ટેશન મુળ રહે- અમદાવાદ . કાલુપુર રેલ્વે સ્ટેશન તેમજ તેની સાથેની અન્ય બે મહિલાઓ વરસીદાબેન મનોજભાઈ મદનખડરો હાલ રહે. – સુરત શહેર ઉધના રેલ્વે સ્ટેશન મુળ રહે. અકોલા ફેલ્ડ સ્ટેશન, સુરત અને મિલનબેન લાલાભાઇ દશરથબુદ્ધ હાલ રહે. સુરત શહેર ઉધના રેલવે સ્ટેશન મુળ રહે. અકોલા ફેલ્ડ રેલ્વે સ્ટેશન, સુરતને પોલીસ ટીમ પોલીસ મથકે લઈ આવી હતી. જોકે જે વૃદ્ધ મહિલાનાં ગળામાંથી ચેન તોડવાનો પ્રયાસ થયો હતો તેઓ ઘરે જતાં રહ્યાં હતાં જેથી વ્યારા પોલીસ મથકનાં અ.હે.કો. દિનેશભાઈ સુપડીયાભાઈ પોતે ફરિયાદી બન્યા હતા.
સમગ્ર ઘટના અંગે વ્યારા પોલીસે ત્રણેય મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનાની વધુ તપાસ એ. એસ. આઇ. ભીખાભાઈ જેઠાભાઈ કરી રહ્યા છે.