સાહિત્ય સેતુ ગૃપ વ્યારાની ૧૩મી કાવ્ય ગોષ્ઠિ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દક્ષિણાપથ વિદ્યાલય વ્યારા ખાતે આજરોજ સાહિત્ય સેતુ ગૃપ વ્યારાની ૧૩ મી ભવ્ય કાવ્ય ગોષ્ઠિ યોજાઈ હતી. કલા, સંગીત અને સાહિત્યનો વારસો જાળવવાના બુલંદ ઈરાદા સાથે કલાપ્રેમીઓએ તેમની કલાઓ પ્રસ્તુત કરી હતી.
સાહિત્ય સેતુ ગૃપના સ્થાપક અને પૂર્વ શિક્ષણાધિકારી નૈષધભાઈ મકવાણાએ જણાવ્યુ હતુ કે મોટા શહેરોમાં જ્ઞાનના મેળાવડા નિયમિત રીતે યોજાય છે. પરંતુ વ્યારા જેવા નાના નગરમાં આ પ્રકારની પ્રવૃત્તિને વેગ મળે એવો અમારો શુભ હેતુ છે. કલા, સંગીત અને સાહિત્ય સાગર કરતા પણ વિશાળ છે. ઉત્કૃષ્ટ સમાજના નિર્માણ માટે સાહિત્ય અનેરો ભાગ ભજવે છે. સાહિત્ય સેતુ ગૃપ સમાજોત્થાન નું પણ કામ કરે છે. મેડિકલ કેમ્પ, જરૂરિયાત મંદ લોકોને કપડાં વિતરણ કરવામાં આવે છે. ગ્રામ્ય ક્ષેત્રમાં છુપાયેલી પ્રતિભા ઓને બહાર લાવવાનો અમારો ધ્યેય છે. સાથે સાથે કલાઓનું આદાન-પ્રદાન થાય અને સાહિત્ય ક્ષેત્ર વધુ ઉચ્ચ કક્ષાનું બની રહે તે મુજબનું કામ થાય..
સાહિત્યની ગોષ્ઠિ દરમિયાન નવસારી, વડોદરા સહિત વ્યારાના ૧૮ થી વધુ કલાપ્રેમીઓએ કાવ્ય, ગઝલ,લઘુવાર્ત, શાયરીની મહેફિલ જમાવી સુજ્ઞ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે ગ્રામ સેવા સમાજ ના ટ્રસ્ટી ગણપતભાઈ ગામીત, દક્ષિણાપથ વિદ્યાલયના આચાર્ય આશિષભાઈ શાહ, વ્યારા આર્ટસ કોલેજના પ્રાધ્યાપક ગીતાબેન, વંદનાબેન, ઉમેશભાઈ, ચીમકુવા આચાર્ય પ્રદિપભાઇ સહિત કલાપ્રેમીઓએ કોરોના ગાઈડ લાઈન પાલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦
બહું સરસ અભિનંદન વ્યારા ની સાહિત્યિક સેવાઓ ધ્યાનમાં આવી ખૂબ ખૂબ અભિનંદન
ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377
thanks