વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૨૮ કોરોના વોરિયર્સને અપાઈ રસી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ને લઈને કરોડો લોકો સંક્રમિત બન્યાં છે, ત્યારે એકમાત્ર આશા સમાન ગણાતા કોરોના વેક્સિનનો સમગ્ર દેશમાં પ્રારંભ થઈ ગયો છે ત્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં આહવા અને સાકરપાતળ ખાતે વેક્સિન આપવામાં આવી હતી. આરઝૂ બીજા રાઉન્ડમાં ડાંગ જિલ્લાના પ્રાથમિક તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મીઓને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે કોરોના વેક્સિનને લઈને વઘઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૨૮ આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવી હતી સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઇ, ડૉ. અર્ચના શિંધેએ કોરોના વેક્સિન લીધા બાદ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં કોરોનાને હરાવવા માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે. સાથો સાથ હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે કોરોના વેક્સિન કોઈપણ પ્રકારે જોખમી નથી આ વેક્સિન થી કોઈ પણ પ્રકારની સમસ્યા જોવા મળી નથી વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સિન આપ્યા પછી કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી નથી તેમજ આગામી સમયમાં દરેક વ્યક્તિએ કોરોના વેક્સિન લેવી જરૂરી છે તેમ જણાવ્યું હતું.